
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયા સહિત આયોજકો પુર જોશમાં તૈયારી કરી રહ્યા છે. અને અવનવા અંદાજમાં Naratri 2023 ને શાંતિપૂર્ણ માહોલમાં Celebrate કરવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે વડોદરાનાં ડભોઈમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય કર્યો છે. જેમાં દરેક ખેલૈયાઓએ કપાળ પર તિલક કરવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. ખેલૈયાઓ તિલક નહી કરે તો એન્ટ્રી પણ નહી આપવાનો નિર્ણય કર્યો છો. ત્યારે લવ જેહાદ અને હિન્દુ યુવતીઓની થતી છેડતીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબાનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ તેમનાં દ્વારા નિર્ણય લેવાયો છે કે બિન હિન્દુને ગરબામાં નહી મળી શકે એન્ટ્રી.
વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણી આયોજકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગરબા આયોજકો મા ની આરાધનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. મહાનગર પાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે. ટોકન ભાડા પેટે મેદાન લે ત્યારે મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોય છે. ઘણાં ગરબા આયોજકોએ આ શરતનો ઉલાળીયો કરી નાંખ્યો છે.
વડોદરાનાં મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાએ કલા અને સંસ્કારની નગરી છે. અને વડોદરાનાં ગરબા વિશ્વમાં વિખ્યાત છે. તેમજ દેશ વિદેશથી લોકો ગરબા જોવા અને રમવા આવતા હોય છે. એની સાથે જ સૌ ભેગા મળી માં ની આરાધનાનું પર્વ સાથે મળીને ઉજવીએ છીએ. વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક રૂપિયાની ટોકન ફી લઈ ગરબા માટેનાં મેદાનો આપવામાં આવતા હોય છે. ત્યારે મીડીયા દ્વારા મને જાણવા મળ્યું કે ગરબા આયોજકો દ્વારા આવી કોઈ ફી લેવામાં આવે છે. એ અમારા ધ્યાનમાં હતું નહી. ત્યારે આ બાબતે અમે તપાસ કરાવીશું અને જોઈએ છીએ કે તે દિશામાં અમે શું કરી શકીએ તેમ છીએ.
ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો થયો છે. ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે.
આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.
ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Navratri Traditional Wear clothes Rules - Navratri Party Plot Gujarat - Ahmedabad - Vadodara - Rajkot - Gandhinagar -Surat - Mumbai