રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે વિપક્ષને એક કરવા માટે મમકા બેનરજીએ દિલ્લીમાં બુધવારે વિપક્ષની બેઠક બોલાવી હતી જેમાં રાષ્ટ્રપતિના વિપક્ષી ઉમેદવાર માટે ચર્ચા કરાઈ હતી. અને અંત બે નામ પ્રપોઝ કરવામાં આવ્યા. લગભગ 2 કલાકની બેઠક પછી ગાંધીજીના પપૌત્ર ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યુ હતું. જે બાદ શરદ પવારે કહ્યું કે અમે આ નામ પર વિચારવિમર્શ કરી રહ્યાં છીએ.
બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સહિત 16 પક્ષના લોકો સામેલ હતા. એકમત એવો થયો કે તમામ વિપક્ષના એક જ ઉમેદવાર હશે. આ બેઠકમાં આમઆદમી પાર્ટીએ ભાગ લીધો ન હતો. તો આમંત્રણ ન મળવાને કારણે અસદુદ્દીન ઓવૈસી પણ નારાજ થઈ ગયા. બેઠકમાં કોંગ્રેસ, CPI, CPI(M), CPIML, RSP, શિવસેના, NCP, RJD, SP, NC, PDP, JD(U), RLD, IUML અને JMMના લીડર્સ સામેલ થયા હતા.
CPI નેતાએ પહેલાં ઈનકાર કર્યો પછી મીટિંગમાં આવ્યા
મમતા બેનર્જી અને NCP ચીફ શરદ પવાર બેઠકમાં સામેલ થવા માટે મંગળવારે સાંજે જ દિલ્હી પહોંચી ગયા હતા. 14 જૂને દિલ્હીમાં મમતાએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી. તો આ તરફ CPIના સીતારામ યેચુરીએ સ્પષ્ટ કરી દીધું કે NCPના નેતા શરદ પવાર રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર નહીં હોય. તેમને એમ પણ કહ્યું કે મમતાના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં CPIના ટોચના નેતાઓ ભાગ નહીં લે. જો કે બુધવારે મળેલી બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા.
મમતાએ 22 નેતાઓને લખી હતી ચિઠ્ઠી
મમતાએ વિપક્ષના 8 સીએમ સહિત 22 નેતાઓને ચિઠ્ઠી લખીને બેઠકમાં હાજર થવાનો અનુરોધ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ થઈ હતી. કોંગ્રેસ તરફથી આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યાં હતા. દેશમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી થશે. જેને લઈને વિપક્ષ ભાજપ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યાં છે.
24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ
18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થશે, તો 21 જુલાઈએ પરીણામ જાહેર થશે. બંધારણના નિયમ મુજબ દેશમાં હાલ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થતાં પહેલા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવી જોઈએ. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે.