
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવતા હોવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આ તમામ બનાવો વચ્ચે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની એક હોટલમાં યુવક-યુવતી સાથે આવ્યા હતા, જ્યાં બંને શરીર સુખ માણતા હતા ત્યારે યુવકનું હોર્ટ એટેકથી મોત થયું હતું.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી ત્યાંથી નાસી છૂટી હતી. જો કે, હોટલના રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલ સ્ટાફે તપાસ કરતા અંદર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
હોટલના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખેસેડ્યો હતો. જેમાં આશંકા જણાવી આવી હતી કે, યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી (ઉ,32 રહે. રખિયાલ) તરીકે કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Gujarat Crime News in Gujarati - Google News in Gujarati