Ambalal Patel Ni Agahi : ચાલુ વર્ષે ચોમાસાના અવનવા રંગ જોવા મળ્યા છે. ક્યારેક અનરાધાર વરસ્યો તો ક્યારેક એક ટીપા માટે પણ વલખા.. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર છે. કે મેઘરાજા વિદાય પહેલા ભરપુર વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવખત વરસાદને લઈ આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે, જેના કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ સામાન્ય વરસાદ અમુક વિસ્તારમાં રહેશે. 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધિઓ શરૂ થાય તેવું અનુમાન છે. જોકે, ચોમાસાની વિદાય બાદ પણ આછોતરો વરસાદ થતો હોય છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધ શરૂ થઈ જશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિના કારણે વરસાદ રહેશે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ રહેવાનું અનુમાન છે.
આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
પરંતુ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.
ચોમાસાની વિદાય બાદ દર વર્ષે પાછોતરો વરસાદ થાય છે અને ચાલુ વર્ષે પણ વરસાદ થવાનું અનુમાન છે. જોકે, ચાલુ વર્ષે ચોમાસું જ વિશેષ રહ્યું છે. આમ તો 2023ની શરુઆતથી હવામાન વિશિષ્ટ જોવા મળ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 30 સપ્ટેમ્બર બાદ વારંવાર ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમા જણાવ્યું છે કે, વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે. આ આગાહીને લઈને ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ લાગી રહી છે. ક્યાંક લીલો દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. તો ક્યાંક વરસાદની છેલ્લી ઘડીએ જોવાતી વાટમાં ઓછાપો નજરે આવે છે. ત્યારે કુદરત જગતતાત પર મહેરબાન થશે કે નહીં તેના પર સૌની મીટ મંડાઈ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Weather News In Gujarati