
Modak Recipe : ગણેશજીને અર્પણ કરો અવનવા મોદકનો ભોગ, જાણો અનોખા મોદક બનાવવાની રેસીપી..!
Modak Recipe : ગણેશોત્સવના તહેવાર સમગ્ર દેશમાં જોર-શોરથી ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં આ ઉત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રસાદી માટે લોકો ગણપતિ(Ganesh Prasadi)ને પ્રિય એવા અવનવા પ્રકારના મોદક બનાવતા હોય છે. પરંતુ તમારી પાસે અવનવા મોદક બનાવવાનો કોઈ આઇડિયા કે રેસીપી નથી. તો તમારે મુંજાવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને અવનવા મોદક બનાવવાની રેસિપી વિશે જણાવિશું. આપણે આજે આપણે ઉદાકિયે મોદક, ચોકલેટ મોદક, કેસર મોદક, કેસર મોદક, માવા મોદક, તલ મોદકના મોદક બનાવવાની રેસીપી જાણીશું....
(1) માવા મોદક (Mava Modak Recipe)
માવાના મોદક બનાવવાની રેસીપી - આ મોદક બનાવવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે માવો, ખાંડ, નારિયેળ અને ડ્રાયફ્રૂટ્સ જોઈશે સ્ટફિંગ બનાવવા માટે નારિયેળને છીણી લો અને ડ્રાયફ્રૂટ્સને પીસીને મિક્સ કરો. આ પછી, કવરિંગ બનાવવા માટે, ખાંડ અને માવાને એક પેનમાં 5-10 મિનિટ માટે ગરમ કરો. તેને ઠંડુ કરો, તેમાં સ્ટફિંગ ભરો એટલે મોદક તૈયાર થઈ જશે.
(2) તલના મોદક (Tal Na Modak Recipe)
તલના મોદક બનાવવા માટે તમારે ફક્ત ચાર વસ્તુઓની જરૂર છે - તલ, ગોળ, ઘી અને દૂધ. તલને સૂકવીને પીસી લો. એક પેનમાં ઘી અને ગોળ ગરમ કરો. જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં તલ ઉમેરો અને ગેસ બંધ કરી દો ત્યારબાદ મોદક આકારમાં વાળી લો એટલે તમારા તલના મોદક તૈયાર છે.
(3) ઉકાદિચે મોદક (Ukadiche Modak Recipe)
ઉકાદિચેનો અર્થ સ્ટીમ થાય છે. આ મોદક જેટલા ટેસ્ટી છે એટલા જ હેલ્ધી પણ છે. તેને બનાવવા માટે તમારે ડ્રાય ફ્રૂટ્સ, નારિયેળ, ગોળ, ચોખાનો લોટ અને ઘી જોઈએ. ચોખાના લોટ અને ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ અને ગોળમાંથી સ્ટફિંગ અને 10-15 મિનિટ વરાળથી બહારનું આવરણ બનાવો અને તમારા ઉકાદિચે મોદક તૈયાર છે.
(4) કેસર મોદક (Kesar Modak Recipe)
અમૃત મોદક તરીકે ઓળખાતા આ મોદકના સ્વાદની કોઈ સરખામણી નથી. તેને બનાવવા માટે તમારે માવા, કેસર, ખાંડ અને દૂધની જરૂર પડશે. દૂધમાં કેસર મિક્સ કરો. એક પેનમાં માવા અને ખાંડ ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી તેમાં કેસરનું દૂધ ઉમેરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો થોડુ ઠંડુ પડે એટલે મોદક વાળી લો અને તમારા મોદક તૈયાર છે.
(5) ચોકલેટ મોદક (Chocolate Modak Recipe)
આ ગણેશ ચતુર્થીએ તમે ચોકલેટ મોદક સાથે બાપ્પાના ભોગને નવો સ્વાદ આપી શકો છો. ચોકલેટ મોદક બનાવવા માટે તમારે ડાયજેસ્ટિવ બિસ્કીટ, ચોકો ચિપ્સ, દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ડ્રાય ફ્રુટ્સની જરૂર પડશે. ચોકો ચિપ્સ, દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક ગરમ કરો. પછી તેમાં ડાયજેસ્ટિવ બિસ્કિટનો ભૂકો અને નટ્સ ઉમેરો અને તેને વાળી લો તમારા મોદક તૈયાર છે.
(Home Page- gujju news channel)
Recipe In Gujarati - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel