Work From Home For Women : આજે ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ માટે ઘરે બેઠા બિઝનેસ કરીને કમાણી કરવાનું આસાન થઈ ગયું છે. એવામાં જો તમે પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ તો અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. તમે આ બિઝનેસને ઘરે બેઠા શરૂ કરી શકો છો. આ કામને ઘરના પુરુષ કે સ્ત્રી કોઈ પણ કરી શકે છે. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ, પેંકિંગના બિઝનેસ (Packaging Bussiness) વિશે. વર્ક ફ્રોમ હોમ દ્વારા ઘરે બેઠા એક રૂમથી જ તમે પેકિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસને બહુ જ ઓછા ખર્ચે શરૂ કરીને મોટો નફો કમાઈ શકાય છે. ઘરે બેઠા કમાણી કરવા માટે આ બિઝનેસ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
આ પણ વાંચો : Business Update: આ સાઈડ બિઝનેસ તમને નોકરીની સાથે મહિનાના રૂ.45,000 કમાઈને આપશે...
આ કામમાં તમારે કંપનીની પ્રોડક્ટને પેક કરી કંપનીને પરત મોકલવાની હોય છે. જ્યારે કંપની તમારી પ્રોડક્ટ તૈયાર કરી લે છે, તો તે તેનું પેકેજિંગ કરે છે. પેકેજિંગ એક એવી વસ્તુ છે, જેના કારણે ગ્રાહકો બહુ જ પ્રભાવિત થાય છે. પેકેજિંગ જેટલું સારું હશે, તેટલા જ વધારે ગ્રાહકો આકર્ષિત થશે. તેના માટે મોટી-મોટી કંપનીઓ તેમની પ્રોડક્ટ પેકેજિંગમાં ઘણા બધા રૂપિયા ખર્ચ કરી દે છે. એવામાં ઘણી કંપનીઓ છો, જો તેની પ્રોડત્ટ બનાવ્યા બાદ હાથોથી પેકિંગ કરાવે છે અને લોકોને પેકેજિંગનું કામ Packaging Work From Home Jobs આપે છે. જેનાથી તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો.
તમે બે પ્રકારે પેકિંગનું કામ શરૂ કરી શકો છો. પહેલી રીતે છે કે, તમે સીધો કંપનીનો સંપર્ક કરીને તેમની પ્રોડક્ટનું પેકિંગ કરવાનું કામ કરી શકો છો અને હીજું કે તમે તમારી આસપાસ હોલસેલર કે પછી રિટેલરથી પેકિંગનું કામ લઈ શકો છો અને તેના દ્વારા રૂપિયા કમાઈ શકો છો.
કંપની પાસેથી કામ મેળવવા માટે, તમે તેના માલિક અથવા મેનેજર પાસે જઈને તેના વિશે વાત કરી શકો છો. જો તમારી નજીક કોઈ કંપની નથી, તો આજકાલ ઇન્ટરનેટ પર ઘણી એવી કંપનીઓ છે જે ઘરે બેઠા લોકોને ઓનલાઈન પેકિંગનું કામ આપે છે. આવી સ્થિતિમાં, તમે આ કામ ઓનલાઈન પણ મેળવી શકો છો. careerjet, indiamart, flipkart, amazon, olx, naukri.com, indeed jobs.com જેવી ઘણી વેબસાઈટ તમને ઓનલાઈન પેકિંગ કામ આપી શકે છે.
આ ઉપરાંત તમે હોલસેલ કે રિટેલર શોપથી પણ પેકિંગનું કામ લઈ શકો છો. તેના માટે તમારી આસપાસ હોલસેલ કે પછી રિટેલની શોપનો સંપર્ક કરો. એવા ઘણા હોલસેલર અને રિટેલર હોય છે, જે કંપની કે પછી મોટા બિઝનેસમેન પાસેથી કાચો માલ સસ્તા ભાવે ખરીદતા હોય છે અને તેને પેક કરીને દુકાનોમાં વેચતા હોય છે. એવામાં તમે મસાલાનું પેકિંગ, ડ્રાય ફ્રૂટ્સનું પેકિંગ, પાપડ, લોટ, ઘઉં, રમકડાં, વગેરેનું પેકિંગનું કામ મેળવી શકો છો.
જો તમે પોતાનો પેકિંગનો બિઝનેસ સરૂ કરવા માંગો છો, તો તેના માટે તમારે પોતાની પ્રોડક્ટ પેક કરીને માર્કેટમાં વેચવી પડશે. શરૂઆતમાં તમે હાથથી જ પેકિંગ કરી શકો છો. પછી જેમ જેમ તમારી કમાણી વધતી જશે, તમે પેકિંગ મશીન ખરીદી શકો છો. તમે 5થી 6 હજાર રૂપિયા લગાવીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસથી તમે મહિનાના 20થી 25 હજારની કમાણી કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujju News Channel તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Work From Home Business idea For women girls