
જો આપ મોમોઝ ખાવાના શોખીન છો તો ચેતી જજો.. થોડા દિવસો પહેલા દિલ્હીના એક વ્યક્તિનું મોમો ખાવાથી મોત થયું હતું, જે બાદ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ એડવાઈઝરી જાહેર કરી છે.
AIIMSની શું છે ચેતવણી ?
AIIMSએ જણાવ્યું કે, મોમોઝ ખાધા પછી મૃત્યુ પામનાર દિલ્હીના 50 વર્ષીય વ્યક્તિની મેડિકલ તપાસમાં ચિંતાજનક તારણ સામે આવ્યુ હતુ. યુવકના શ્વાસ નળીમાં મોમો ફસાઈ ગયો હતો, અને ગૂંગળામણ થતા વ્યક્તિનું મોત થયું હતું. જેને મેડિકલ ટર્મમાં ન્યુરોજેનિક કાર્ડિયાક અરેસ્ટ કહે છે. મોમોઝ સ્મૂધ અને સ્લિપરી હોય છે. જો કોઈ વ્યક્તિ મોમોઝને યોગ્ય રીતે ચાવતું નથી અને તેને ગળી જાય છે, તો તેને ગૂંગળામણ થઈ શકે છે. જેથી હંમેશા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.
મોમોઝ આખી દુનિયામાં ખવાય છે
મોમોઝ એશિયામાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મોમોઝ ડમ્પલિંગ જેવા હોય છે, જેમાં અંદર વિવિધ પ્રકારના સ્ટફિંગ હોય છે. તે મુખ્યત્વે નેપાળ, તિબેટ અને ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. તે ચાઈનીઝ રાંધણકળામાં બાઓજી, જિયાઓઝી અને મન્ટૌ, મોંગોલિયન રાંધણકળામાં બુઝ અને જાપાનીઝમાં ગ્યોઝા જેવું જ છે. મોમોઝ ખૂબ જ સસ્તા એટલે કે 20 રૂપિયામાં 4-6 પીસ પણ મળે છે. મૂળભૂત રીતે તે સ્વાદિષ્ટ સ્ટફિંગ સાથે લોટના સ્તરથી બનેલું હોય છે, અને તેને બાફીને ખાવામાં આવે છે.
આજકાલ બજારમાં ઘણા પ્રકારના મોમોઝ મળે છે. મસાલેદાર ચટણી અને ચટણીની વિવિધતા સાથે ખાવામાં આવતા વેજ અથવા નોન-વેજ સ્ટફિંગથી ભરેલા નરમ લોટના ગોળા સ્વાસ્થ્ય માટે જોખમી છે અને લાંબા ગાળે શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે
મેદાનો લોટ સ્વાદુપિંડ માટે નુકસાનકર્તા
મોમોઝની ઉપરનું લેયર મેદાના લોટમાંથી બનાવવામાં આવે છે. જે સ્વાદુપિંડને ખૂબ નુકસાન પહોંચાડે છે, જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર કરે છે.
નબળી ગુણવત્તાવાળુ સ્ટફિંગ
મોમોઝમાં વપરાતા શાકભાજી અને ચિકનને લાંબા સમય સુધી રાખવામાં આવે તો બગડી જાય છે. જો તમે આવી સામગ્રીમાંથી બનેલા મોમોનું સેવન કરશો તો સ્વાભાવિક છે કે તમે બીમાર થઈ જશો.
મસાલેદાર ચટણી ખતરનાક
લાલ મરચું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો પ્રોસેસિંગ દ્વારા તે લાલ મરચામાં કંઈ ઉમેરવામાં ન આવે તો, પરંતુ મોમો વેચનારા લોકો મરચાની ગુણવત્તાની ચિંતા કરતા નથી, તેઓ બજારમાંથી સસ્તામાં અથવા સ્થાનિક મરચાંનો પાવડર ખરીદીને ચટણી બનાવે છે. જેથી આવી ચટણી ખાવાથી પાઈલ્સ થવાનું જોખમ રહે છે.
મોનો-સોડિયમ ગ્લુટામેટ ચરબી વધારશે
સ્વાદ માટે મોમોસમાં મોનો-સોડિયમ ગ્લુટામેટ (MSG) ઉમેરવામાં આવે છે. સોડિયમ ગ્લુટામેટ એ સફેદ સ્ફટિક પાવડર છે. જે માત્ર ચરબીનું જોખમ જ નથી વધારતું, પરંતુ ચેતા સંબંધી વિકૃતિઓ, પરસેવો, છાતીમાં દુખાવો, ઉબકા અને હૃદયના ધબકારા વધવા જેવા સ્વાસ્થ્ય માટે જોખમ પણ પેદા કરી શકે છે.
gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news