
દેશના નામ બદલવાને લઈને લોકોમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઇન્ડીયા હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની વચ્ચે રાજનીતિ ગરમાઈ હતી. ભારત અને ઇન્ડિયા વચ્ચેના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાને માત્ર અફવા ગણાવી છે, જયારે ભાજપે વિપક્ષને પૂછ્યું છે કે નામ બદલવાથી તેમને શું તકલીફ થઇ રહી છે? આ વિવાદ ત્યારે શરૂ થયો જયારે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી G-20 બેઠક દરમિયાન ૯ સપ્ટેમ્બરે દેશના મહાનુભાવોને આમંત્રણ પત્ર મોકલ્યો. આ પત્રમાં ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષે આ નામને લઈને સરકાર પર રાજકીય તીર છોડવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે વિદેશ મંત્રાલયે પીએમ મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત પર ભારતના વડાપ્રધાન લખ્યું.
આ પણ વાંચો : ભારે વિવાદ બાદ અડધી રાત્રીએ સાળંગપુરમાં ભીતચિત્ર દુર કરાયા, પરંતુ અહીં વિવાદનો અંત છે કે નવા પ્રકરણનો ઉદ્દય ?
આ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ‘નામ બદલવાની વાત માત્ર અફવા છે, સંસદના વિશેષ સત્રમાં આવું કંઈ થવાનું નથી. હું ભારત સરકારમાં મંત્રી છું અને G-20ના લોગો પર ભારત અને ઇન્ડિયા બંને લખેલું છે તો પછી કોઈ કારણ વગર અફવાઓ કેમ ફેલાવવામાં આવે છે. આવી અફવાઓ કોણ ફેલાવે છે? તેમણે કહ્યું, ‘આખરે ભારત શબ્દથી કોઈને શું સમસ્યા થઈ શકે છે, આખરે, ભારત શબ્દથી શું તકલીફ છે. આ તેમની માનસિકતા દર્શાવે છે, તેમને ભારત સામે વિરોધ છે, કદાચ તેથી જ જયારે તેઓ વિદેશ જાય છે ત્યારે ત્યાં ભારતની ટીકા કરે છે.
G-20 સમિટ સમાપ્ત થયા પછી, સરકારે ૧૮થી ૨૩ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર નક્કી કર્યું છે. સરકારે હજુ સુધી આ સત્રનો એજન્ડા સાર્વજનિક કર્યો નથી, જેના કારણે વિરોધ પક્ષોમાં આશંકા છે. ક્યારેક વિપક્ષી પાર્ટીઓ અનુમાન લગાવી રહી છે કે સરકાર શ્ઘ્ઘ્ લાવી શકે છે તો ક્યારેક તેઓ કહી રહ્યા છે કે સરકાર બંધારણમાં સુધારો કરીને તેની જગ્યાએ ભારત લાવી શકે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Politics News In Gujarati