
Rain forecast : આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની પડવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની પણ શક્યતા વ્યકત કરાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થશે. તો 12 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, દાહોદ, ગોધરામા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હિંમતનગર, ધનસુરા, બાયડમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત પાલનપુર, થરાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ખેડા અને આણંદમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati -METEOROLOGIST AMBALAL PATEL અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં વરસાદ MONSOON RAIN IN GUJARAT RAIN IN GUJARAT WEATHER UPDATE AMBALAL PATEL AMBALAL FORECAST AMBALAL PATEL RAIN FORECAST