• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 5 વર્ષમાં ગુજરાતમાં કરોડપતીની સંખ્યા થઈ ડબલ, 1 વર્ષમાં 4500 કરોડપતીઓ વધ્યા, તમે પણ બની શકો છો કરોડપતી..!

5 વર્ષમાં ગુજરાતમાં કરોડપતીની સંખ્યા થઈ ડબલ, 1 વર્ષમાં 4500 કરોડપતીઓ વધ્યા, તમે પણ બની શકો છો કરોડપતી..!

12:40 PM August 29, 2023 admin Share on WhatsApp



દેશમાં ગુજરાતીઓનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસ (CBDT)ના ડેટા અનુસાર, ગુજરાતમાં ફાનાન્સિઅલ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧ કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા ‘કરોડપતિ' કરદાતાઓમાં ૪૯%નો વધારો જોવા મળ્‍યો છે. ૨૦૨૧માં રૂ. ૧ કરોડ કે તેથી વધુની કરપાત્ર આવક ધરાવતા ૯,૩૦૦ લોકોની સરખામણીમાં, ૨૦૨૨માં આ સંખ્‍યા ૪,૫૦૦ વધીને રેકોર્ડ ૧૪,૦૦૦ થઈ ગઈ છે એવું સત્તાવાર આંકડા દર્શાવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કરોડપતિઓની સંખ્‍યા સૌથી વધુ હતી જે સમયગાળા દરમિયાન આ સંખ્‍યા ૭,૦૦૦ થી બમણી થઈને ૧૪,૦૦૦ થઈ ગઈ હતી, આવું ડેટા જણાવે છે. આ વધારો નોંધપાત્ર છે કારણ કે અગાઉના ચાર વર્ષોમાં રૂ. ૧ કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સરેરાશ સંખ્‍યા ૮,૨૦૦ હતી. કોર્પોરેટ કેટેગરીમાં પણ ૧,૦૦૦ ‘કરોડપતિ'નો ઉમેરો થયો હતો કારણ કે સંખ્‍યા ૩,૭૦૦ થી વધીને ૪,૭૦૦ થઈ હતી, જે ૨૮ ટકાનો વધારો દર્શાવે છે.

નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં એકંદર ટેક્‍સ બેઝ ૨૦૨૧-૨૨માં ૭૧.૨ લાખ કરદાતાઓથી ૪% વધીને ૨૦૨૨-૨૩માં ૭૩.૮ લાખ થયો છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૮માં કુલ ટેક્‍સ બેઝ ૬૨.૫ લાખ હતો.  ૯૪% કરદાતાઓએ ૧૦ લાખ રૂપિયાથી ઓછી આવક જાહેર કરી છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

ડેટા દર્શાવે છે કે મોટા ભાગના ૯૪% કરદાતાઓએ રૂ.૧૦ લાખ સુધીની કરપાત્ર આવક જાહેર કરી છે. આ કેટેગરીમાં, કરદાતાઓની સંખ્‍યામાં ૨%નો વધારો થયો છે જયારે ૧૦ લાખ અને તેનાથી વધુ કરપાત્ર આવકની શ્રેણીઓમાં, ૩.૩૫ લાખથી ૪.૩૩ લાખ સુધીનો ૨૯ ટકાનો વધારો જોરદાર હતો. નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે વધુ કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્‍યામાં વધારો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. GCCIના ડાયરેક્‍ટ ટેક્‍સ કમિટીના ચેરમેને જણાવ્‍યું હતું કે, "વર્ષોથી કોર્પોરેટ ટેક્‍સ ઓછો કરવામાં આવ્‍યો છે અને જીએસટીમાં પણ પરિવર્તન આવ્‍યું છે અને તે ઊંચા કોર્પોરેટ વળતર માટેનું મુખ્‍ય કારણ છે. વાર્ષિક માહિતી નિવેદન, જે શેરબજારની આવક પણ દર્શાવે છે. જે પણ વધુ આવકના વધુ રિટર્ન ભરવાનું એક કારણ છે."

ઇન્‍ટરનેશનલ ટેક્‍સ નિષ્‍ણાતે જણાવ્‍યું હતું કે આવકવેરા ચૂકવણી અને ફેસલેસ એસેસમેન્‍ટ સ્‍કીમમાં આઇટી હસ્‍તક્ષેપને કારણે ઉચ્‍ચ સ્‍તરની ચોકસાઇ અને પારદર્શિતાનું પાલન થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "કરદાતાઓની આ સંખ્‍યામાં વધારો મોટાભાગે કોર્પોરેટ એક્‍ઝિક્‍યુટિવ્‍સ, રોકાણકારો અને યુવા વ્‍યાવસાયિકો દ્વારા કરવામાં આવ્‍યો હતો જેઓ તેમની વધતી આવક જાહેર કરી રહ્યા છે."


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National Gujarat Financial News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

  • 25-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us