• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Shikshan Sahay Yojna 2023: શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ રૂ.1800 થી 2 લાખ સુધીની મળશે સહાય..!

Shikshan Sahay Yojna 2023: શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ રૂ.1800 થી 2 લાખ સુધીની મળશે સહાય..!

01:04 PM August 28, 2023 admin Share on WhatsApp



Shikshan Sahay Yojna 2023: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. બાંધકામ ક્ષેત્રમા રોકાયેલા શ્રમીકોના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ સહાય યોજના અમલમા છે. આ યોજનામા ધોરણ 1 થી માંડીને માસ્ટર ડીગ્રી અને એમ.બી.બી.એસ. જેવા કોર્સ માટે સહાય આપવામા આવે છે.

બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ)

યોજનાનું નામ Shikshan Sahay Yojna 2023
લાભાર્થી જૂથ બાંધકામ શ્રમીકોના બાળકો
મળતી સહાય રૂ.1800 થી 2 લાખ સુધીની સહાય
અમલીકરણ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
ફોર્મ ક્યાથી મળશે ? ઓનલાઇન
Official Website sanman.gujarat.gov.in

► શ્રમીકોના બાળકોને મળે છે સહાય

⇒ ધોરણ 1 થી પી.એચ.ડી. સુધી રૂ.30,000ની સહાય

⇒ શ્રમયોગી પરિવારના બાળકોને શિક્ષણ માટે રૂ.૧૮૦૦થી રૂ.૨ લાખ સુધીની મળે છે સહાય 

⇒ બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

શ્રમયોગી શિક્ષણ સહાય(Shramyogi Shikshan Sahay Yojana) ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતા દર વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો થી ઘટાડો નોંધાયો છે. રાજ્યના બાંધકમ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય ચૂકવવામા આવી છે. Shramyogi Shikshan Sahay Yojana બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ વિવિધ ધોરણ મુજબ નીચે મુજબ સહાય આપવામા આવે છે.

► શ્રમયોગી શિક્ષણ સહાય યોજના

⇒ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૧૮૦૦ ની શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

⇒ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. ૨૪૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

⇒ ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને રૂ. ૮૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

⇒ ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને રૂ. ૧૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

⇒ આ ઉપરાંત ધોરણ ૧૨ પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. ૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.

⇒ સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે કરવામા આવતા કોર્સ જેવા કે એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ. ૧૫,૦૦૦ મળે છે.

⇒ એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

⇒ ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

⇒ એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર છે.

⇒ ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

► શિક્ષણ સહાય યોજના ઓનલાઇન ફોર્મ

⇒ Shikshan Sahay Yojna 2023 આ યોજનાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહે છે.

⇒ સૌ પ્રથમ આ માટેની ઓફીસીયલ વેબસાઇટ sanman.gujarat.gov.in ઓપન કરવાની રહેશે.

⇒ સૌપ્રથમ આ વેબસાઇટ પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ ક્રીએટ કરવાના હોય છે..

⇒ રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછવામા આવશે તે યોગ્ય રીતે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.

⇒ ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન કરો.

⇒ ત્યારબાદ તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.

⇒ હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો હશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.

⇒ ત્યારબાદ Apply બટન પર ક્લિક કરો.

⇒ પછી તમારે Personal Details સબમીટ કરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું હોય છે. અને ત્યારબાદ Save બટન ક્લિક કરવાનું રહેશે.

⇒ ત્યારબાદ ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.

⇒ હવે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને ક્યાય નોંધી લો અને તેની મદદ થી તમે તમારી અરજી ની નુ સ્ટેટસ ચેક કરી શકો છો.

Shikshan Sahay Yojnaની Official Website અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સરકારની સરકારી ભરતી અને યોજના



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us