IPL Media Rights: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મંગળવારે રમતના ઈતિહાસના સૌથી મોટા પ્રસારણ સોદાઓ (Broadcasting Deal)માંથી એકને પ્રાપ્ત કરીને 2023થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મીડિયા રાઈટ્સ દ્વારા 48,390 કરોડ (6.20 બિલિયન ડોલર)ની કમાણી કરીને ક્રિકેટિંગ સુપર પાવર તરીકેના તેના દરજ્જાને ફરીથી પુનઃસ્થાપિત કર્યો છે.
• આ વખતે ટીવી રાઈટ્સ અને ડિજિટલ રાઈટ્સ બે અલગ-અલગ કંપનીઓએ ખરીદ્યા
• ડિઝની સ્ટારે ટીવી રાઈટ્સ માટે 23,575 કરોડ રૂપિયા ચૂકવ્યા, વાયકોમ18એ 20,500 કરોડમાં ડિજિટલ રાઈટ્સ મેળવ્યા
• વાયાકોમ18એ નોન-એક્સક્લુઝિવ પેકેજ-સી પણ મેળવ્યું છે અને તેના માટે તેણે વધારાના 2991 કરોડ રૂપિયા ચૂકવ્યા
મુંબઈ: ડિઝ્ની સ્ટારે ભારતમાં મેચનું પ્રસારણ કરવાના અધિકાર 23575 કરોડ રૂપિયામાં ખરીદયા છે તો વાયકૉમ-18એ ભારતમાં ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર મેચનું પ્રસારણ કરવાના અધિકાર 20500 કરોડ રૂપિયામાં ખરીદયા છે.
વાયકૉમે ‘નોન એક્સક્લુઝિવ’ અધિકારોનું ‘સી’ પેકેજ પણ 2991 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. ‘એ’ અને ‘બી’ પેકેજમાં આગલા પાંચ વર્ષના 410 મેચ (2023 અને 2024માં 74-74 મેચ, 2025 અને 2026માં 84-84 મેચ તો 2027ના 94 મેચ) સામેલ છે. વાયકૉમે એક ગ્રુપ દ્વારા બોલી લગાવી જેમાં સ્ટાર ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ ઉદય શંકર (બોધી ટ્રી) અને જેમ્સ મર્ડોક (લુપા સિસ્ટમ્સ) સામેલ છે. હવે આઈપીએલના એક મેચની કિંમત 114 કરોડ રૂપિયા થઈ જવા પામી છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે ટવીટ કર્યું કે મને એ જાહેર કરતાં આનંદ થઈ રહ્યો છે કે સ્ટાર ઈન્ડિયાએ ભારતના ટીવી અધિકાર 23575 કરોડ રૂપિયામાં ખરીદયા છે. કોરોના મહામારીમાં બે વર્ષ જવા છતાં બીસીસીઆઈની સંગઠનાત્મક ક્ષમતાને કારણે આટલી કમાણી શક્ય બની છે. ભારતીય ક્રિકેટ માટે આ સુવર્ણ દિવસો ગણાશે. હવે આઈપીએલ પ્રતિ મેચની કિંમતના આધારે દુનિયાની બીજી સૌથી મોટી લીગ બની ગઈ છે.
એક જ બ્રોડકાસ્ટરની મોનોપોલીનો અંત આવ્યો
આ નવી ડીલ સાથે જ એક જ બ્રોડકાસ્ટરની મોનોપોલીનો અંત આવ્યો છે. 2008માં આઈપીએલનો પ્રારંભ થયો હતો અને ત્યારે સોનીએ 8200 કરોડ રૂપિયામાં 10 વર્ષ માટે (2008-2017) કરાર કર્યો હતો. જ્યારે ત્યારપછીના પાંચ વર્ષ માટે સ્ટારએ 16347.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત આ વખતે પેકેજ-સી પણ હતું જેમાં 18 નોન-એક્સક્લુઝીવ માર્કી ગેમ્સ સામેલ છે. જેના માટે વાયકોમ18એ બિડ કરી હતી અને તેણે 2991.6 કરોડ રૂપિયામાં જીતી લીધી. આ પેકેજમાં કુલ 90 મેચ છે અને તેથી પ્રતિ મેચ 33.24 કરોડ રૂપિયા થાય છે. પેકેજ-ડીની બેઝ પ્રાઈસ ત્રણ કરોડ રૂપિયા પ્રતિ મેચ હતી જેમાં ઓવરસીસ ટીવી અને ડિજિટલ રાઈટ્સ હતા જે 1300 કરોડ રૂપિયામાં વાયકોમ18 અને ટાઈમ્સ ઈન્ટરનેટે ખરીદ્યા છે.