
Mount Abu: પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના નખીલેક નજીક રાત્રે ફરી એકવાર બજારમાં રીંછ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનના માઉન્ટ આબુમાં નખીલેક પાસે મોડી રાત્રે રીંછ દેખાતા પ્રવાસીઓની સાથે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.આવામાં માઉન્ટ આબુ ફરવા ગયેલા પ્રવાસીઓના માથે પણ જીવનું જોખમ ઉભું થતું હોય છે. હવે તહેવારોની સીઝન શરુ થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતના તથા બહારના રાજ્યના પ્રવાસીઓ માઉન્ટ આબુની મુલાકાતે આવતા હોય છે. આવામાં રીંછના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ફ્રીજ ખોલીને કંઈક ખાતું પણ જોવા મળ્યું છે.
આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં જવું છે? આ 5 નિયમો યાદ રાખો કાનુની કાર્યવાહીથી બચી જશો...
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ છે. એવામાં મોડી રાત્રે નખી લેક પાસે બજારમાં રીંછ પહોંચ્યુ અને પાસેની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વેપારીઓની માંગ છે કે રીંછ કોઈના પર હુમલો કરે તે પહેલા રીંછને પકડવામાં આવે.સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે રીંછ ખોરાકની શોધમાં નખી લેક નજીકના બજારમાં પહોંચે છે જ્યાં લોકોને પણ વીડિયોમાં જોઇ શકાય છે.
માઉન્ટ આબુ બજાર વિસ્તારમાં એક દુકાનમાં ઘૂસેલું રીંછ ખાવાનું શોધી રહ્યું હોય તેવું CCTV વીડિયો પરથી પ્રતીત થઈ રહ્યું છે. જેમાં એક આઈસ્ક્રીમના ફ્રીજને ખોલીને અંદરથી કોઈ વસ્તુ શોધતા રીંછના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રીંછ દુકાનમાં ઘૂસ્યું ત્યારે દુકાનની બહાર કૂતરા આવી પહોંચ્યા હતા અને ભસવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. બનાસકાંઠના અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી. ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajsthan News In Gujarati