
હેમા માલિની પણ પતિની જેમ કરશે KISS સીન, ધર્મેન્દ્ર-શબાનાના કિસ સીન પર કોઈ વાંધો ન હોવાનું આપ્યું નિવેદન..!
બોલિવૂડની 'ડ્રીમ ગર્લ'(Bollywood Dream Girl) અને 'હી મેન'ની લવસ્ટોરી આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. 1980માં ધર્મેન્દ્ર(Dharmendra) અને હેમા માલિની(Hema Malini)ના લગ્નએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. ધર્મેન્દ્રએ તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌસ સાથે છૂટાછેડા લીધા વિના હેમા માલિની સાથે બીજી વાર લગ્ન(Marriage) કર્યા હતા. પરંતુ તેમ છતાં હેમા પોતાને દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ કહે છે. આ કપલના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે પરંતુ તેઓ હજુ પણ એકબીજાને એકદમ નવા કપલ જ હોય તેવી રીતે વર્તે છે. બંને એકબીજાને જોઈને પ્રેમમાં પડી જાય છે. આ બધાની વચ્ચે, હેમા માલિનીએ, જેઓ 74 વર્ષની છે, તેમણે ધર્મેન્દ્ર અને શબાના આઝમી(Shabana Azami)ના આઇકોનિક લિપલોક કિસીંગ સીન(LipLock Kissing Scene) પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેણે કહ્યું કે, જો તેમને તક મળશે તો તે પણ આવા કિસિંગ સીન ચોક્કસ કરશે.
આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!
આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
આ પણ વાંચો : પ્રોફેસરે ક્લાસમાં 11 છોકરીઓને શર્ટ ઉતારવા કહ્યું, અને પછી પ્રોફેસરે....
તાજેતરમાં, ધર્મેન્દ્રએ કરણ જોહરની રોમેન્ટિક ડ્રામા રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે મોટા પડદા પર જોરદાર પુનરાગમન કર્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. બંનેને રોકી અને રાની તરીકે દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો. આ ફિલ્મમાં રણવીર અને આલિયાની સિઝલિંગ કેમિસ્ટ્રી સિવાય એક બીજી બાબત એવી હતી જેણે સૌથી વધુ હેડલાઇન્સ બનાવી. તે ધર્મેન્દ્ર અને શબાના આઝમી વચ્ચેનો આઇકોનિક લિપલોક સીન(Dharmendra And Shabana Azmi Iconic liplock Kissing Scene) હતો. જ્યાં ધર્મેન્દ્રનો કિસિંગ સીન આજે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. આવી સ્થિતિમાં જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે શું તે આ ઉંમરમાં ધર્મેન્દ્રની જેમ લીપ સીન કરી શકે છે?
ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ અનુસાર, જ્યારે હેમા માલિનીને વાતચીતમાં પૂછવામાં આવ્યું કે શું તેણે ફિલ્મ 'રોકી અને રાનીની લવસ્ટોરી' જોઈ છે? તો તેણે કહ્યું, "મેં ફિલ્મ જોઈ નથી". આ પછી, જ્યારે તેને કહેવામાં આવ્યું કે ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાકે તેનો સીન અદ્ભુત ગણાવ્યો તો કેટલાકે તેને ટ્રોલ કર્યો. આવી સ્થિતિમાં જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે શું તે RRKPKમાં ધર્મેન્દ્ર જેવી ભૂમિકા સ્વીકારશે? આ સવાલના જવાબમાં હેમા માલિનીએ હસીને કહ્યું, “કેમ નહીં કરૂ, જરૂર કરીશ. જો તે સારું હોય અને તે ફિલ્મ સાથે સંબંધિત હોય અને ફિલ્મ સાથે મેળ ખાતી હોય તો કદાચ હું કરી શકું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati