
શું તમે એસિડિટી(Acidity)થી પરેશાન રહો છો ? અને તમને રેગ્યુલર ખાટા ઓડકાર આવતા રહે છે તો ડાયટ અને લાઈફસ્ટાઈલ સિવાય આ તમારા પેટ સાથે ફણ જોડાયેલું હોઈ શકે છે. જ્યારે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે તો આ એસિડીટી વધુ બને છે. પેટમાં એસિડનું વધુ પ્રોડક્શન જે ભોજન પચાવ્યા બાદ પણ બચી ગયું છે અને આ ખાટા ઓડકાર તરીકે સામે આવી રહ્યું છે. વિટામીન બી-12ની ઉણપ આ સ્થિતિમાં અલગ જ ભૂમિકા નિભાવી શકે છે. આ તમારા શરીરમાં એસિડ પ્રોડક્શનને પ્રભાવિત કરે છે અને પેટ સંબંધિત આ સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
આ પણ વાંચો : સેક્સ લાઈફને રોમાંચક અને જીવંત બનાવવા આ જાણવું જરૂરી છે, નહીં તો પછી પછતાશો...
આ પણ વાંચો : Health Tips: તમારા ભોજનમાં આ વસ્તુ સામેલ કરશો તો ઉંમર કરતા દેખાશો 10 વર્ષ નાના...
એક રિસર્ચ અનુસાર છાતીમાં બળતરા અને વિટામિન બી-12ની ઉણપ વચ્ચે સંબંધ છે. ખાટા ઓડકાર અને એસિડિટી હકીકતમાં ગેસ્ટ્રોએસોફેગલ રિફલક્સ રોગ હેઠળ આવે છે. જ્યારે તમારા શરીરમાં બી-12ની ઉણપ થાય છે તો શરીરમાં એસિડનું અવશોષણ બંધ થઈ શકે છે જેનાથી તમને ખાટા ઓડકાર અને એસિડીટીની સમસ્યા થઈ શકે છે. શરીરમાં કોઈ બાબત પેદા થઈ રહી છે અને શરીર આને અવશોષિત કરી રહ્યું ન હોવાથી જમા થવા લાગે છે.
આ સિવાય બી-12 એચ-2-રિસેપ્ટર બ્લોકર્સ સાથે પણ જોડાયેલુ છે જે એસિડ પ્રોડક્શનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં આની ઉણપથી લોહીમાં ગેસ્ટ્રિક એસિડ મળવા લાગે છે જેનાથી એસિડ રિફ્લક્સની સ્થિતિ આવી શકે છે. જો તમે B-12ની ટેબલેટ અથવા તેને લગતા ફ્રુટ્સ ખાવાનું શરૂ કરો છો. તો આ સમસ્યાથી ત્વરીત છુટકારો મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Health News In Gujarati