
બેસન અને હળદરના ફેસ પેકથી ત્વચાને આપો નિખાર, આ પેકથી ફેસ પરના વાળ પણ થશે દુર...
રસોડામાં વપરાતુ બેસન અને હળદર તમારી ત્વચાને ખુબસુરત બનાવી શકે છે. તમારી ત્વચા પરના કાળા દાગ દુર કરવામાં તે કારગર સાબીત થાય છે. તેનો ઉપયોગ અનેક વર્ષોથી કરવામાં આવે છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેટરીના ગુણ હોય છે. જે સ્કીન માટે ખુબ ફાયદાકારક હોય છે. તેવી રીતે બેસન એટલે કે ચણાના લોટમાં રહેલા એન્ટી માઈક્રોબિયલ ત્તત્વ સ્કીનની ગંદકી સાફ કરે છે. હળદર અને બેસનનો લેપ પ્રાકૃતિક સાબુ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં બેસન અને હળદરના ફેસ પેક વિશે માહિતી આપી રહ્યા છીએ. તે પહેલા તેનાથી થતા ફાયદાઓ જોઈએ..
ઓઈલી ચહેરાને નાજૂક બનાવે છે
જો તમારો ચહેરો વારંવાર ઓઈલી થતો હોય તો આ ફેસ પેક તમને જરૂર મદદ કરશે. બેસન, હળદર અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવુ જોઈએ. એક ચમચી બેસન, એટલુ જ દહીં અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવવી. જેને ચહેરા પર લગાવીને 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લેવુ. અઠવાડીયામાં 2 વખત આનો ઉપયોગ કરવાથી સરસ પરિણામ મળશે...
ચહેરા પરના વાળથી મળશે છુટકારો
ઘણી મહિલાઓ ફેશિયલ હેરથી પરેશાન હોય છે. તેને દુર કરવા માટે તેઓ પાર્લરનો સહારો લેતી હોય છે. પરંતુ બેસન અને હળદર તમને આ સમસ્યા દુર કરવામાં પણ મદદરૂપ બની રહેશે. એક બાઉલમાં બે ટી સ્પુન બેસન, હાફ ટી સ્પુન હળદર, દુધ, ગુલાબ જળ અથવા પાણી મિક્સ કરો. તેમાં કોઈ ગાંઠ ન રહે તે ધ્યાન રાખવુ. આ મિક્સચરને બ્રશ અથવા હાથથી ચહેરા પર લગાવવુ. 15-20 મિનિટ રાખીને સ્ક્રબ કરવુ. ત્યાર બાદ હલકા ગરમ પાણીથી ચહેરો સાફ કરવો. અને ચહેરા પર બરફથી મસાજ કરવુ જેથી પોર્સ ખુલ્લા હોય તે બંધ થઈ શકે.
ગરદન સાફ કરવા માટે
ગરદન પરની કાળાશ દુર કરવા માટે પણ આ ફેસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેસ્ટને અઠવાડીયામાં 2-3 વખત લગાવવાથી થોડા દિવસોમાં તેનો ફરક નજર આવશે..
ટેનિંગ સ્કિનથી છુટકારો
તડકાના લીધે ચહેરા પરની રંગત ઓછી થતી જાય છે. પરંતુ બેસન અને હળદરના આ ફેસ પેકથી ગુમાવેલો સુંદર ચહેરો ફરી નિખારે છે. 1 ચમચી બેસન, ચપટી હળદર અને લીંબુ મિકસ કરી ચહેરા પરના ટેનિંગ એરિયા પર લગાવવાથી ડાઘ દુર થાય છે.