
Dream Girl 2 Review: ફની વન લાઈનર્સથી ભરપૂર ફિલ્મ તમને ખુબ હસાવશે, પ્રેમ માટે કરમ બન્યો પુજા...
Dream Girl 2 Review: આયુષ્માન ખુરા(Ayushyman Khurana)ના ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા પોતાની ફિલ્મ ડ્રિમ ગર્લની સિક્વલ લઈને આવી ગયો છે. 2019ની હિટ ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ ડ્રીમ ગર્લ 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ(Release) થઈ છે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે, જેનો મોટાભાગનો શ્રેય ફિલ્મના લેખક-દિગ્દર્શક રાજ શાંડિલ્યને જાય છે, જેમણે પોતાના લેખનમાં પ્રાણ પૂર્યા છે. આયુષ્માન ખુરાનાની સાથે કોમેડી લિજેન્ડ(Comedy Legend) પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાઝ, અન્નુ કપૂર, અસરાની, મનોજ જોશી અને સીમા પાહવા જેવા કલાકારોએ પણ ધૂમ મચાવી છે.
વાર્તાની શરૂઆત કરમ (આયુષ્માન ખુરાના)થી થાય છે, જે માતા રાનીના જગરાતામાં ગીતો ગાવા જાય છે, એક સમય હતો જ્યારે તે સીતા અથવા દ્રૌપદી તરીકે લોકોનું મનોરંજન કરતો હતો. પરંતુ હવે નસીબ આ પ્રતિભાને જીવવાની તક આપે છે જ્યારે પરી(Ananya Pandey)ના પિતા(મનોજ જોશી) કરમ(આયુષ્યમાન)ને કહે છે કે પરી ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેની પાસે 6 મહિનામાં મજબૂત બેંક બેલેન્સ, નોકરી અને પોતાનું ઘર હશે. જેના લીધે આયુષ્માન ખુરાનાને કરમમાંથી પૂજા બનવું પડે છે. ક્યારેક તે બારમાં ડાન્સ કરે છે તો ક્યારેક તેને કોઈની પત્ની બનવું પડે છે. આ દરમિયાન હાસ્યની સાથે ભાવનાઓનો પ્રવાહ જોવા મળે છે. હવે કરમ પોતાનો પ્રેમ મેળવવા માટે પૈસા, ઘર અને નોકરી મેળવી શકશે કે કેમ તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ડ્રીમ ગર્લ 2 ફિલ્મ રાજ શાંડિલ્ય દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. તેમના લખાણમાં જાદુ છે, તેમના વન લાઇનર્સ અદ્ભુત છે. જો તેઓએ વાર્તા પર થોડો વધુ ભાર મૂક્યો હોત તો ફિલ્મનું સ્તર તદ્દન અલગ થઈ શક્યું હોત. જોકે તેમ છતાં, ફિલ્મ તમને ક્યાંય બોરિંગ નહીં લાગે. હસતા હસતા ક્યારે ફિલ્મ રસ્તા ઓળંગી જાય તે ખબર નહિ પડે.
અમે તમને અગાઉથી ચેતવણી આપવા માંગીએ છીએ કે, ફિલ્મમાં વધુ પડતા તર્કનો ઉપયોગ કરશો નહીં, નહીં તો તમે નિરાશ થઈ શકો છો. ફિલ્મના કેટલાક ઈમોશનલ સીન્સ અને ફની વન-લાઈનર્સ તમને ખૂબ હસાવવાની શક્તિ ધરાવે છે. આ સાથે કોમેડી લેજેન્ડ પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાજ, અન્નુ કપૂર અને સીમા પાહવા જેવા કલાકારો તમને ખૂબ હસાવવાના છે. પરેશ રાવલ અને રાજપાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કોમેડીમાં તેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી. ફિલ્મનું સંગીત ઠીકઠાક છે. દિલ કા ટેલિફોન ગીત રિમેક કરવામાં આવ્યું છે જેને આ ફિલ્મનું જીવન કહી શકાય.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati