
ઉત્તર ભારતમાં આ ચોમાસામાં વધુ એકવાર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આ વખતે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં નદી કાંઠાની 7 ઈમારતો માત્ર 30 સેકન્ડના સમયમાં ધરાશાયી થઈ ગઈ હતી. સદ્દનસિબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વહીવટીતંત્રે સમય સુચકતા દાખવી ઇમારતોને ત્રણ દિવસ પહેલા જ ખાલી કરાવી દીધી હતી. આસપાસની 2-3 ઈમારતો હજુ પણ જોખમમાં છે. એવામાં અહીં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસડીએમ અની નરેશ વર્માના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરાશાયી થયેલાં મકાનોની સંખ્યા સાતથી આઠ છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના 3 જિલ્લા- શિમલા, મંડી અને સોલનમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!
આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
આ પણ વાંચો : ઉદયપુરનું ડર્ટી પિક્ચર: સૌંદર્યથી ભરપૂર મહિલાએ વૃદ્ધને બોલાવ્યો હોટલના રૂમમાં અને પછી...
બુધવારે ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યભરમાં 4.5 સેમી વરસાદ નોંધાયો હતો. વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. બીજી તરફ કાનપુરમાં ગંગા નદી પાણી ભયજનક નિશાનથી 3 મીટર ઉપર વહી રહ્યું છે. જેના કારણે 11 ગામોમાં ગંગાનું પાણી ઘૂસી ગયું હતું.
આ દુર્ઘટના આજે સવારે 9.30 કલાકે થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અગાઉ એક બિલ્ડિંગમાં કાંગડા કો-ઓપરેટિવ બેંક ચાલતી હતી અને બીજા બિલ્ડિંગમાં SBI બેંક પણ ચાલતી હતી. અમુક રૂમમાં ભાડુઆત અને દુકાનો પણ ચાલી રહી હતી. 7થી 11 જુલાઈ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે તેમાં તિરાડો દેખાવા લાગી હતી. આ જોખમને જોતાં વહીવટીતંત્રે તેમને પહેલેથી જ ખાલી કરાવી દીધાં હતાં અને મકાન માલિકોને મકાનો ખાલી કરવા નોટિસ આપી હતી. પરંતુ, તે દરમિયાન પહાડ પર બનેલા મકાનના પતનનો કોઈને ખ્યાલ નહોતો. તેમાં પણ તિરાડો દેખાવા લાગી હતી. એટલા માટે લોકોએ તેમને જાતે જ ખાલી કરી દીધાં હતાં. ઈમારતો ધરાશાયી થતાં અનીના લોકો ભયભીત છે. ખાસ કરીને જેમનાં મકાનો આ બિલ્ડિંગની સાથે બનેલાં છે તેઓને નુકસાન થવાની વધુ ચિંતા છે. જણાવી દઈએ કે આ વખતે પહાડો પર વરસાદથી ઘણી તબાહી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News In Gujarati