
"ટીપ ટીપ બરસા પાની..."ના હિરો-હીરોઈન 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે નજર આવશે, આ ફિલ્મમાં કરશે સાથે કામ...!
Akshay Kumar-Raveena Tandon Reunite After 20 Years: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને સુંદર અભિનેત્રી રવિના ટંડન 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળવાના છે. હા, રિપોર્ટ્સનું માનીએ તો આ જોડી “વેલકમ ટુ ધ જંગલ”(Welcom To The Jungle)ના ત્રીજા ભાગમાં જોવા મળશે. 90ના દાયકાની આ હિટ જોડી મોહરા, મેં ખિલાડી તુ અનારી, ખિલાડીઓ કા ખિલાડી, કીમત અને દાવા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ સમાચાર ચોક્કસપણે અક્ષય કુમાર અને રવિનાના ચાહકો માટે ખુશી લઈને આવ્યા છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.
મહત્વનું છે કે, અક્ષય કુમારની હાલમાં આવેલી OMG2 ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. અને અક્ષય કુમાર પોતાની 16 ફિલ્મને 100 કરોડના ક્લબમાં સમાવવામાં સફળ રહ્યો છે. જે રેકોર્ડ સલમાનખાન સાથે એકસરખો બન્યો છે. એવામાં 20 વર્ષ બાદ અક્ષય કુમાર રવિના ટંડનની જોડી ફરી મોટા પડદા પર આવશે તો ચાહકોનું કહેવું છે કે, અક્ષયની વધુ એક ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. જોકે 20 વર્ષ બાદ અક્ષય-રવિનાને મોટી સ્ક્રીન પર જોવા માટે તેના ચાહકોમાં આ સમાચાર ખુશીની લહેર લાવે તેવા છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati