
Haddi Trailer: નવાઝુદ્દીન સિદ્દીકી ટ્રાન્સજેન્ડર બનીને છવાયા, ટ્રેલરના દ્રશ્યો છે ચોકાવનારા..!
નવાઝુદ્દીન સિદ્દીકી(Nawazuddin Siddiqui) હાલમાં જ ફિલ્મ ટીકુ વેડ્સ શેરૂમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઈ હતી પરંતુ લોકોને પસંદ પડી ન હતી. હવે ફરી એકવાર નવાઝ કમબેક કરવા માટે તૈયાર છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની નવી ફિલ્મ ‘Haddi’નું શાનદાર ટ્રેલર રિલીઝ (Trailer Release)થઈ ગયું છે.
બુધવારે ફિલ્મ નિર્માતાઓએ ‘હડ્ડી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. Haddi Filmનું ટ્રેલર 2.25 મિનિટનું છે. ટ્રેલરની શરૂઆત નવાઝુદ્દીન સિદ્દીકીએ લાલ સાડી પહેરીને અને હાથમાં ધારદાર છરી પકડીને રૂમની દિવાલ પર ટ્રાન્સજેન્ડરો(Transgender Pic)ની તસવીરો ચોંટાડીને શરૂ કરી હતી. ટ્રેલરમાં નવાઝ જોરદાર ડાયલોગ્સ બોલતા જોવા મળે છે. ટ્રાન્સજેન્ડર હોવાના કારણે નવાઝ ખૂબ લોહી વહાવતો જોવા મળે છે. નવાઝુદ્દીને ફરી એકવાર પોતાના પાત્રથી બધાને ચોંકાવી દીધા છે.
ફિલ્મ "હડ્ડી" 7 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મમાંથી અત્યાર સુધીમાં ત્રણથી ચાર ટ્રાન્સજેન્ડર લુક પણ સામે આવ્યા છે. આ ફિલ્મ અક્ષત અજય શર્મા દ્વારા નિર્દેશિત છે અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત છે.
નવાજ હવે ફિલ્મ 'ફોબિયા 2'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે 'સંગીન' ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. તે છેલ્લી વાર ફિલ્મ હીરોપંતી 2માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે વિલન લૈલાની ભૂમિકા ભજવી હતી.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati