
ગરદનનો દુખાવો ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ ઘણીવાર એવું જોવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી તરત જ ગરદનની સમસ્યા થતી હોય છે, ત્યારે એવા કેટલાક ઉપાયો છે જેના દ્વારા આ સમસ્યાને દૂર કરી શકાય છે.
ઘણીવાર તમને સવારે ઉઠીને ડોકમાં દુખાવો અથવા ભારેપણું અનુભવાતુ હોય છે, જેના લીધે તમે ન તો ગરદન બરાબર વાળી શકો છો કે ન તો હલનચલન કરી શકો છો. આ સિવાય કેટલાક લોકોને માથાના દુખાવાની સમસ્યા પણ થતી હોય છે, જેના કારણે તેમના રોજિંદા કામ પર અસર પડી શકે છે. તેની પાછળનું કારણ ખોટી રીતે સૂવું અથવા ઓશીકાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાથી થતુ હોય છે. આવી સ્થિતિમાં, કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.
ગરદનનો દુખાવો કેવી રીતે થશે દુર?
1. જો તમને ગરદનમાં દુખાવો થાય છે, તો તમે દુખાવાના ભાગ પર આઈસ પેક અથવા ઠંડા પાણીની પટ્ટી લગાવી શકો છો. આમ કરવાથી ગરદનની માંસપેશીઓનો સોજો દૂર થશે.
2. ગરદનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે હીટ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી ગરદનના સ્નાયુના દુખાવાને ત્વરિત દૂર કરી શકાય છે.
3. હળવા હાથોથી ગરદન પર માલિશ કરવાથી માત્ર ગરદનની જકડાઈ જ નહીં પરંતુ માંસપેશીઓનો દુખાવો પણ દૂર થશે. માલિશ કરતા સમયે સરસવનુ, નારિયેળનુ કે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
4. ગરદનના દુખાવાથી બચવા પેટ પર એટલે કે ઊંધા સૂવાનું ટાળો. તમે આજૂબાજુ પડખા પર સૂઈ શકો છો. પરંતુ ઊંધા સુવાથી શરીરના ઘણા ભાગમાં દુખાવો થતો હોય છે.
5. જો ગરદનનો દુખાવો વધી રહ્યો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી શકાય. શક્યતા છે કે ઊંઘને કારણે ગરદનની ચેતા પર દબાણ આવ્યું હોય, જેના કારણે આ દુખાવો થઈ રહ્યો હોય. ગરદનમાં રક્તરક્ત થઈ હોય ત્યારે પણ ખુબ ધ્યાનથી ગરદન ઉપર નિચે કરીને કસરત કરવી જોઈએ..અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચારની અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. અમે આની પુષ્ટિ કરતા નથી.)
gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news