
સની દેઓલની Gadar-2 ફિલ્મે પઠાણ-બાહુબલીનો રેકોર્ડ તોડ્યો, ત્રીજા દિવસે જ 100 કરોડના ક્લબમાં સામેલ....
સની દેઓલ(Sunny Deol)ની મોસ્ટ અવેટેડ મસાલા એક્શન એન્ટરટેઈનર ‘Gadar ૨' એ ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તારા-સકીનાની જોડીને ફરીથી સિલ્વર સ્ક્રીન પર જોઈને દેશના ચાહકો માત્ર ખુશ જ નથી થયા પરતું આ સાથે દર્શકોએ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો છે. બીજી તરફ ૪૦.૧૦ કરોડના ગ્રાન્ડ કલેક્શન સાથે ઓપન થયેલી ‘ગદર ૨'ના ઓપનિંગ વીકએન્ડ પણ જબરદસ્ત રહ્યો છે. તેણે ૨૦૨૩ના મેગા બ્લોકબસ્ટર ફિલ્મો ‘પઠાણ'(Pathan) અને ‘બાહુબલી'(Bahubali) રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ચાલો જાણીએ અહીં સની દેઓલ-અમિષા પટેલ(Amisha patel) સ્ટારર આ ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે કેટલા કરોડનું કલેક્શન કર્યું?
વર્ષ ૨૦૦૧માં આવેલી ‘ગદર' એક પ્રેમ કથા'ના ૨૨ વર્ષ બાદ તેની સિક્વલ ‘ગદર ૨' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પહેલા દિવસથી જ થિયેટરમાં ઘણા દર્શકો મળી રહ્યા છે. તેની સાથે આ ફિલ્મ પણ ઘણી નોટો છાપી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો, ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. શનિવાર પછી ત્રીજા દિવસે એટલે કે રવિવારે ‘ગદર ૨'ના કલેક્શનમાં ૧૮%નો ઉછાળો આવ્યો હતો. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું ડે વાઈઝ કલેક્શન આ પ્રમાણે છે.
‘ગદર ૨'નું પ્રથમ દિવસનું કલેક્શન - ૪૦.૧૦ કરોડ રૂપિયા, ‘ગદર ૨'નું બીજા દિવસનું કલેક્શન - ૪૩.૦૮ કરોડ રૂપિયા, બોલિવૂડ હંગામા અનુસાર, ‘ગદર ૨' એ ત્રીજા દિવસે ૪૯.૫૦ થી ૫૧.૫૦ કરોડની કમાણી કરી છે. આ સાથે, આ આઇકોનિક ફિલ્મનું ત્રણ દિવસનું કુલ કલેક્શન હવે વધી ગયું છે. ૧૩૪ કરોડ થઈ ગઈ છે
‘ગદર ૨' બોક્સ ઓફિસ પર તોફાન બની ગઈ છે અને જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેણે ત્રીજા દિવસે ‘પઠાણ' અને ‘બાહુબલી' જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મોનું ત્રીજા દિવસનું કલેક્શન આ પ્રમાણે છે. પઠાણે ત્રીજા દિવસે ૩૯ કરોડની કમાણી કરી હતી. KGFએ ત્રીજા દિવસે ૫૦.૩૫ કરોડનું કલેક્શન કર્યું. બાહુબલીએ ત્રીજા દિવસે ૪૬.૫ કરોડની કમાણી કરી હતી. ટાઈગર ઝિંદા હૈએ ત્રીજા દિવસે ૪૫.૫૩ કરોડની કમાણી કરી હતી. હવે ‘ગદર ૨'નું ત્રીજા દિવસનું કલેક્શન ૫૧.૫૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગદર ૨ માં સની દેઓલ અને અમીષા પટેલે તેમના પ્રતિષ્ઠિત પાત્રો તારા સિંહ અને સકીનાને ફરીથી રજૂ કર્યા છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
ગદર 2 માટે સની દેઓલે અંદાજીત 20 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી છે. જેની સામે અમિશા પટેલે 2 કરોડની ફી લીધી છે. ઉત્કર્ષ શર્માએ 1 કરોડ રૂપિયાની ફી લીધી છે. તો સમરીત કૌરને 80 લાખથી વધુની ફી આપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati