
Multibagger Stock: હાર્ડવિન ઈન્ડિયાએ માત્ર 5 વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન આપીને તેના રોકાણકારો(Investor)ને સમૃદ્ધ બનાવ્યા છે. શેરની કિંમત 67 પૈસાથી વધીને 40.60 રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે BSE પર શેર રૂ.40.60 પર બંધ થયો હતો, જે 27 એપ્રિલ, 2018ના રોજ શેર દીઠ રૂ.0.67 હતો. તેણે આ સમયગાળા દરમિયાન 5959.70 ટકાનું જંગી વળતર આપ્યું છે.
• 31 ડિસેમ્બર 2019ના રોજ શેરની કિંમત રૂ.1.58 હતી
• 31 ડિસેમ્બર, 2020ના રોજ, શેરની કિંમત રૂ.4.57 હતી.
• 4 નવેમ્બર, 2021ના રોજ શેરની કિંમત રૂ.5.52 હતી.
• 30 ડિસેમ્બર 2022 ના રોજ 34.60 થઈ હતી
• 2 જાન્યુઆરી, 2023ના રોજ રૂ.62.34 થઈ હતી
આ પણ વાંચો : Business Update: આ સાઈડ બિઝનેસ તમને નોકરીની સાથે મહિનાના રૂ.45,000 કમાઈને આપશે...
આ પણ વાંચો : રૂ.10,000ની માસિક SIPથી 5 વર્ષમાં થયા 16 લાખ રૂપિયા, આ સ્મોલ કેપ ફંડ્સમાં લોકો કરી રહ્યા છે રોકાણ....
હાર્ડવિન ઈન્ડિયાએ શેરબજારને માહિતી આપી છે કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12 ઓગસ્ટે બેઠક યોજાઈ છે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને તેને અનેક મુદ્દે મંજૂરી આપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોને હાર્ડવિન ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડે જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડની કામગીરીમાંથી આવક રૂ. 27.15 કરોડ રહી છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ કંપનીની આવકમાં 10 ટકાનો વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો લગભગ 15 ટકા વધ્યો છે અને તે 87 લાખથી એક કરોડને વટાવી ગયો છે.
hardwyn indiaએ હાર્ડવેર ફિટિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને કંપની બિલ્ડરને સંપૂર્ણ ઉકેલો પ્રદાન કરે છે. હાર્ડવિન ઈન્ડિયા મલ્ટી પ્રોડક્ટ અને ટેક્સટાઈલના બિઝનેસમાં પણ સામેલ છે.
(અસ્વીકરણ: અહીં ફક્ત શેરના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણ કરવાની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા, તમારા સલાહકારની સલાહ લો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Business News In Gujarati