
"Har Ghar Tiranga" માટે સરકારની ખાસ સુવિધા, પોસ્ટમેન તમારા ઘરે આપી જશે તિરંગો, ઓનલાઈન કરાવો બુક....
Har Ghar Tiranga Campaign: 15 Augustને લઈને PM મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર 13થી 15 ઓગસ્ટની વચ્ચે હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહી છે. તેના હેઠળ ઈ-પોસ્ટઓફિસ સુવિધાના માધ્યામથી તમે રાષ્ટ્રીય ધ્વજ ખરીદી શકો છો. તેના માટે ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. અને તેમાં ડિલિવરી માટે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
તિરંગો ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જવાનું રહેશે. epostoffice.gov.in પર જઈને હર ઘર તિરંગા અભિયાન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે જેટલા રાષ્ટ્ર ધ્વજ ખરીદવા હોય તેટલા સિલેક્ટ કરવાના રહેશે. વધારેમાં વધારે તમે 5 રાષ્ટ્ર ધ્વજ જ ખરીદી શકો છો.
ત્યાર બાદ તમારે 'Buy Now' પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર નાખો. મોબાઈલ પર એક ઓટીપી આવશે જેની મદદથી તમે લોગ ઈન કરી શકો છો. પેમેન્ટ તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે. તમને તમારા સરનામાં પર રાષ્ટ્ર ધ્વજ ઘરે આપી જશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Online Yojna News In Gujarati