
Google Doodleએ Srideviના જન્મદિવસ પર આવી રીતે પાઠવી શુભેચ્છા, સુપરસ્ટારનો ફોટો સર્ચ એન્જિન પર લગાવ્યો...
(Sridevi) શ્રીદેવીને બોલિવૂડની સુપરસ્ટાર (Bollywood SuperStar) કહેવામાં આવતી હતી. તે એક સમયે એવી બોલીવુડની અભિનેત્રી હતી જેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industries) પર રાજ કર્યું છે. શ્રીદેવી તેના ઉત્તમ અભિનયની સાથે સાથે તેના ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત હતી. આજે અભિનેત્રીનો 60મો જન્મદિવસ છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ મીનામપટ્ટી, મદ્રાસમાં થયો હતો. અભિનેત્રીના જન્મદિવસ(Celebrity Birthday)ના અવસર પર ઘણા લોકોએ તેને અલગ અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે.
બધા જાણે છે કે, શ્રીદેવી (Sridevi)નું નામ શ્રી અમ્મા યાંગર અયપન(Shree Amma Yanger Ayyappan) હતું. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલી અભિનેત્રીનું નામ શ્રીદેવી રાખ્યું. શ્રીદેવીએ બોલિવૂડથી લઈને સાઉથની તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે શ્રીદેવીનો 60મો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસના અવસર પર ગૂગલ ડૂડલે (Google Doodle) અભિનેત્રીને ખૂબ જ અનોખી રીતે યાદ કરી છે.
અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર શ્રીદેવીની તસવીર ગૂગલ સર્ચ એન્જિન પર બનાવવામાં આવી છે. આ તસવીરમાં અભિનેત્રી ડાન્સ પોઝમાં જોવા મળી રહી છે. આ સાથે તેની આસપાસ સિનેમાની ઝલક જોવા મળે છે. આ સાથે તેની સુપરહિટ ફિલ્મ નાગિનનો પોઝ પણ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, શ્રીદેવી પુરૂષ પ્રભુત્વ ધરાવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર મહિલા સુપરસ્ટાર હતી. અભિનેત્રીએ પોતાના અભિનયથી એવો જાદુ સર્જ્યો હતો કે આજે પણ લાખો લોકો તેના દિવાના છે. બીજી બાજુ, 24 ફેબ્રુઆરી, 2018 ના રોજ, દુબઈમાં પારિવારિક લગ્ન દરમિયાન અભિનેત્રીનું કાર્ડિયાક અરેસ્ટથી શોકિંગ રહસ્યમય મૃત્યુ થયું હતું. અભિનેત્રીના મૃત્યુથી બધાને આશ્ચર્ય થયું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment Bollywood News In Gujarati