
૧૩ વર્ષ બાદ ‘ખીચડી ૨' હાસ્યના ડબલ ડોઝ સાથે દિવાળી પર થશે રિલીઝ...
Khichadi 2 Release : ફિલ્મ 'ખિચડી 2' આ વર્ષે દિવાળીના તહેવાર ઉપર એટલે કે 12 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર રિલીઝ ડેટની જાહેરાતનો વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. આ ફિલ્મ 2010માં આવેલી ફિલ્મ 'ખિચડીઃ ધ મૂવી'ની સિક્વલ છે. આ ફિલ્મના ટીઝર સાથે ફિલ્મની રિલીઝ વિશે પણ કેટલીક માહિતી શેર કરી છે. ફિલ્મનું નાનકડું ટીઝર જોતાં ખ્યાલ આવે છે કે ખીચડી સિરીયલ હોય કે ફિલ્મનો ભાગ ૧ કે પછી ભાગ ૨ તેમની સ્ટાર કાસ્ટ લગભગ બદલાતી નથી. આ વખતે પણ ફિલ્મ ખીચડી-૨માં સુપ્રિયા પાઠક, રાજીવ મેહતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જમનાદાસ મજેઠિયા અને અન્ય કલાકારો પણ જોવા મળવાના છે. આતિશ કપાડિયાએ ફિલ્મના ટીઝરની સાથે જ રિલીઝ વિશે પણ માહિતી શેર કરી છે.
નોંધનીય છે કે ફિલ્મના ટીઝરમાં ફરાહ ખાન દેખાય છે જે પોતાના સ્વભાવ પ્રમાણે પૂછે છે કે, ‘તુમ લોગો કો માલુમ હૈ કે યે કીતના ખતરનાક મિશન હૈ?' અને ફરાહ ખાનનો જ બીજો ડાયલોગ છે, ‘પીછલી બાર દો એમઆરઆઇ કરવાને પડે થે મુજે' હવે આ સાંભળ્યા બાદ હંસા તેના આ એમઆરઆઈ શબ્દનો અર્થ ન પૂછે તો તો ખીચડીનો ટ્રેડમાર્ક તૂટી જાય... પણ આ વખતે હંસાને પ્રફુલ્લને બદલે તેના ભાઈ હિમાંશુનું પાત્ર ભજવનાર જેડી મજેઠિયા ખુલાસો કરે છે, ‘મોટીબેન જો ભારત મેં નહીં રહેતે વો એમઆરઆઈ' આવી તો અનેક સ્પષ્ટતાઓ ફિલ્મમાં જોવા મળશે.
‘ખીચડી' એક માત્ર ભારતીય સિટકોમ છે જે એક ફિલ્મ તરીકે અને વેબ સીરિઝ તરીકે પણ વિકસિત થઈ છે અને હવે તેની વધુ એક એડવેન્ચર કોમેડી સીક્વલ પણ બની છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનાદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મેહતા જોવા મળશે. તો હવે આ વખતે ફિલ્મમાં કેટલા નવા એક્ટર્સ પણ સામેલ થયેલા જોવા મળે છે જેમાં ફરાહ ખાન અને કીર્તિ કુલ્હારી જેવા મોટા નામ પણ સામેલ છે.
ફિલ્મ ‘ખીચડી ૨'નું નિર્માણ જમનાદાસ મજેઠિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જયારે ફિલ્મની સ્ટોરી આતિશ કપાડિયાએ લખી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ખીચડી' ૨૦૧૦માં રિલીઝ કરવામાં આવી હતી અને લગભગ ૧૩ વર્ષ બાદ ખીચડી ૨ આવી રહી છે. આ ફિલ્મમાં પ્રફુલ્લની હંસા ફરી ધમાલ મચાવતી જોવા મળશે. ફિલ્મ ખીચડી ૨ આ વર્ષે દિવાળીના સમયમાં દર્શકો માટે તેમના નજીકના થિયેટરમાં રિલીઝ કરવામાં આવી રહી છે.
ફિલ્મ ખીચડી ૨ પહેલા ફિલ્મ ખીચડી ૧ પણ ૨૦૧૦માં રિલીઝ કરવામાં આવી હતી. જો કે આ પહેલા ટેલીવિઝન પર ખીચડી સીરિયલ ઘણો વખત સુધી લોકપ્રિય થઈ હતી. આ ખીચડી સીરિયલમાં મોટા ભાગે હંસાની અંગ્રેજી પરના જોક્સ અને બાબુજીનો લોકપ્રિય ડાયલોગ જયશ્રી ‘ચાય લાતી હો યા બાહર સે મંગવા લું' ખૂબ જ પોપ્યુલર થયા હતા. આની સાથે પ્રફુલ્લ જે રીતે હંસાને અંગ્રેજી સમજાવે છે તે ખરેખર લોકોમાં હાસ્ય નિપજાવે છે.આ સિવાય 2005માં 38 એપિસોડનો શો 'ઇન્સ્ટન્ટ ખિચડી' પણ પ્રસારિત કરવામાં આવ્યો છે. 2018માં 23 એપિસોડનો શો 'ખિચડી રિટર્ન્સ' પણ આવ્યો હતો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati