
64 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી સેક્સી અને ગ્લેમરસ; લગ્ન વિના જ બની હતી માતા...
Nina Gupta Unknown Facts: બોલિવૂડમાં મોટી ઉંમરની એક્ટ્રેસ પણ હવે લોકો પર પોતાની અદાનો જાદુ ફેરવવામાં પાછળ રહી નથી. રેખા અને નીના ગુપ્તા તેમાંની એક છે. પરંતુ આજે 64 વર્ષની ઉંમરે પણ પોતાની સેક્સી અદાનો જાદૂ દેખાડતી નીના ગુપ્તા(Neena Gupta) વિશે વાત કરીશું. જે આજે પણ સેક્સી આઉટફીટ (Sexy Outfeet Dress) પહેરીને લોકોનો દિલ બહેકાવી રહી છે.
4 જૂન 1959ના રોજ દિલ્હીમાં જન્મેલી નીના ગુપ્તા(Neena Gupta) તેના અભિનય માટે ખૂબ જ પ્રખ્યાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોલેજના દિવસોમાં લોકો નીનાને ખરાબ છોકરી માનતા હતા. પરંતુ તે સમયથી તે જાણતી હતી કે લોકો સાથે વાત કરવાનું કેવી રીતે બંધ કરવું. તેની આ શૈલી કામમાં આવી જ્યારે તેણી લગ્ન વગર માતા બની. બ્રુટ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નીનાએ કહ્યું હતું કે, કોલેજમાં પણ હું ખૂબ જ સ્ટાઇલિશ હતી. નીનાએ કહ્યું હતું કે તે દિવસોમાં તેની પાસે વધારે પૈસા નહોતા પરંતુ તેની પાસે જે પણ પૈસા હતા તેનાથી પોતાની સ્ટાઈલ બનાવતી હતી.
જ્યારે વિવિયન રિચર્ડ્સ વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન હતા ત્યારે તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. નીના ગુપ્તા પણ ક્રિકેટની ખૂબ શોખીન છે અને ક્રિકેટ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચતી હતી. તે પ્રવાસ દરમિયાન નાગપુરમાં એક મેચ રમાઈ હતી જેમાં ભારત બે રને હારી ગયું હતું. તે દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ કેપ્ટન વિવિયન રિચર્ડ્સની આંખોમાં આંસુ હતા કારણ કે તે મેચ હારતા બચી ગયો હતો. નીનાને વિવિયનની આ વાત ગમી.
તે સમયે સ્થિતિ એવી હતી કે બંનેના પ્રેમની ચર્ચા બધે જ થઈ હતી. સમસ્યા એ હતી કે વિવિયન પહેલેથી જ પરિણીત હતો, જેના કારણે તે નીના સાથે રહી શક્યો નહી. સિરીઝ પૂરી થયા બાદ વિવિયન વેસ્ટ ઈન્ડિઝ પરત ફર્યો હતો. આ પછી નીનાને પ્રેગ્નન્સી વિશે ખબર પડી. તેણે વિવિયનને ગર્ભપાત કરાવવાની વાત કરી, પરંતુ વિવિયન બાળકને જન્મ આપવાની તરફેણમાં હતો. આ પછી મસાબાનો જન્મ થયો.
એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta)એ તેની ઓટોબાયોગ્રાફી 'સચ કહૂમાં જણાવ્યું કે, તેના મિત્રોએ તેને ગે (Gay) સાથે લગ્ન કરવાનો સુઝાવ આપ્યો હતો. નીના ગુપ્તા (Neena Gupta)એ જણાવ્યું કે, 'સ્વર્ગ'નાં કો એક્ટર સતીશ કૌશિક (Satish Kaushik) એ તેને એક સમયે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી. સતીશ તેનાં આવનારા બાળકને અપનાવવાં તૈયાર તો. પણ એક્ટ્રેસે તેમનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધુ હતું. તેમની ઓટોબાયોગ્રાફી 'સચ કહુ તો' (Sach Kahun Toh) માં નીના ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે, સતીશ કૌશિકએ નીનાને કહ્યું હતું કે, જો તેમનું બાળક ડાર્ક સ્કિનનું હશે તો તે કહી શકશે કે, આ તેમનું બાળક છે.બંને લગ્ન કરી લેશે. કોઇને માલૂમ નહીં પડે. જોકે, નીનાએ તે સમયે એકલા રહેવાનો નિર્ણય કર્યો હતો. તેની બાળકીનું લાલન પાલન એકલા જ કર્યું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati