
World Lion Day 2023: આજે વિશ્વભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સિંહોના સંરક્ષણ અને તે અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કરીને સિંહોના રહેઠાણની સુરક્ષા કરી રહેલા તમામ લોકોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : સંસદમાં રાહુલ ગાંધીએ ફલાઇંગ કિસ કરતા વિવાદ: સ્મૃતિ ઇરાનીએ કહ્યું; રાહુલે અભદ્રતાના દર્શન કરાવ્યા માફી માંગે…
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે કે જેઓ તેમની શક્તિ અને ભવ્યતાથી આપણા હૃદયમાં રાજ કરે છે. ભારતને એશિયાટીક સિંહનું ઘર હોવાનો ગર્વ છે અને ભારતમાં સિંહોની સંખ્યામાં ઘણા વર્ષોથી વધારો થઈ રહ્યો છે. સિંહોની વસ્તીમાં સતત વધારો થયો છે. હું સિંહોના નિવાસસ્થાનનું રક્ષણ કરવા માટે કામ કરી રહેલા દરેકને બિરદાવું છું. આપણે તેમની કાળજી રાખવાનું અને રક્ષણ કરવાનું ચાલુ રાખીએ, જેથી તેઓ આવનારી પેઢીઓ સુધી ખીલે-ફળતા રહે."
ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસનું રાજ્ય કક્ષાનું કાર્ય વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. સૌરાષ્ટ્રના દસ જિલ્લાની આઠ હજાર પાંચસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં આ સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી સિંહ રાષ્ટ્રગીતને લોન્ચ કરવા સાથે સિંહ માહિતી વેબ એપનું ઉદ્ઘાટન કરશે.
સિંહો સર્વોચ્ચ શિકારી છે, એટલે કે તેઓ ખોરાકની સાંકળમાં ટોચ પર છે. તેઓ અન્ય પ્રાણીઓની વસ્તીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જે બદલામાં જંગલના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. ભારત વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર વસ્તીનું ઘર છે. આ સિંહો ગુજરાતના ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં જોવા મળે છે. ભારત સરકાર અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા સંરક્ષણ પ્રયાસોને કારણે તાજેતરના વર્ષોમાં એશિયાઈ સિંહની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સમાચાર