
વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ(Salangpur) શ્રી કષ્ટભંજનદેવ(Kashtbhanjan) હનુમાનજી મંદિર (Hanuman Temple) આજે ઝમગમતુ બન્યુ હતું. ભક્તો પણ હનુમાન દાદાના આજના અવતારને જોઈને હરખાતા હતા. કારણ કે, હનુમાનજી દાદાને દિવ્ય પોપકોર્નનો શણગાર કરાયો હતો. અધિક શ્રાવણ માસ નિમિત્તે મંગળવારે હનુમાનજી દાદાને પોપકોર્નથી કરાયેલા શણગારાયેલા જોઈને ભક્તો ખુશ થઈ ગયા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. અહિ મંદિર દ્વારા વાર તહેવારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. હનુમાનજી દાદાને દરરોજ અલગ અલગ વાઘાઓ તેમજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવા આવે છે.
આજે અધિકમાસના પવિત્ર મંગળવારના રોજ શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા તેમજ પોપકોર્નથી દિવ્ય શણગાર કરવામાં આવેલો છે. મંદિર પ્રશાસન દ્વારા સવારે 05:30 કલાકે મંગળા આરતી તેમજ સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો : શ્રાવણ માસમાં કયા મંત્રના જાપથી પ્રસન્ન થશે મહાદેવ, તમારી રાશી અનુસાર કરો આ મંત્રના જાપ...
અધિક શ્રાવણ માસ અને મંગળવાર દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે વહેલી સવારથી હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલો છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકદાસજી સ્વામીએ જણાવ્યું હતું. કે, અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે મંગળવાર છે. ત્યારે હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને પોપકોર્નની ડિઝાઈનથી શણગાર કરવામાં આવ્યો છે. તેમજ હિંડોળા પર્વ પણ ચાલી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શન કરી આનંદીત અનુભવી રહ્યા છે. તેમ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Business News In Gujarati