
ઉત્તરાખંડમાં કેદારનાથ જવાના રસ્તા પરના ગૌરીકુંડમાં ભૂસ્ખલનથી ગુમ થયેલા 20 લોકોની હજૂ સુધી કોઈ ભાળ મળી નથી. ઘણી બચાવ ટીમ આ લોકોને શોધી રહી છે. મળતી માહિતી મુજબ રુદ્રપ્રયાગ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે SDRF, NDRF, DDRF, પોલીસ, ITBP, PRD, કેદારનાથ યાત્રા મેનેજમેન્ટ ફોર્સના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. 6 ઓગસ્ટ, રવિવારના રોજ, ડ્રોનની મદદથી ધારી દેવી વિસ્તારમાંથી કુંડ બેરેજ સુધી ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન સતત વરસાદ, નદીના ઝડપી વહેણ અને પહાડો પરથી પડતા પથ્થરોને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. એવું કહેવાય છે કે મંદાકિની નદી હજુ પણ વેગમાં છે અને તેનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. જેના કારણે ઘટનાસ્થળે નદીમાં પડેલી દુકાનોના છાપરા હટાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓનું માનવું છે કે આ છત નીચે કેટલાક ગુમ થયેલા લોકો મળી શકે છે. અન્ય અધિકારી અને ઉખીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર વર્માએ જણાવ્યું કે, સતત ખરાબ હવામાનને કારણે વધુ ભૂસ્ખલનનો ભય તોળાય રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ વિસ્તારમાં બનેલી અસ્થાયી દુકાનોના માલિકોએ જગ્યા ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાનું શરૂ કરી દીધું છે. વધતી જતી ઘટનાઓને કારણે, જિલ્લા વહીવટીતંત્રે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના રસ્તા પરની દુકાનો અને ઇમારતોને ઓળખવાનું શરૂ કર્યું છે, જે ભૂસ્ખલનના જોખમમાં હોઈ શકે છે.
આ પણ વાંચો : મણિપુરમાં હિંસક દેખાવો યથાવત : મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસાથી ૧૫૦ લોકોના મોત...
3 અને 4 ઓગસ્ટની રાત્રે ગૌરીકુંડ વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકો ગુમ થયા હતા. આ લોકો કેદારનાથ જવા રવાના થયા હતા. જ્યારે આ લોકો ગૌરીકુંડ પહોંચ્યા, તે જ સમયે મંદાકિની નદીમાં અચાનક પૂર આવ્યું અને ભૂસ્ખલન થવાથી પર્વત ઉપરથી પડી ગયો. કહેવાય છે કે ત્રણ દુકાનો પર પહાડ પડી ગયો, જેના કારણે દુકાનો નદીમાં પડી ગઈ. આ લોકો દુકાનો પાસે જ હાજર હતા. આમાંથી ત્રણ લોકોના મૃતદેહ થોડા કલાકો બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, હજુ પણ બાકીના 20 લોકો મળ્યા નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં 14 નેપાળી, 2 યુપીના અને 4 સ્થાનિક લોકો છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news