
2024ની લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાર-પલટવાર ચાલું થઈ ગયા છે. એક તરફ કોંગ્રેસ પોતાના મનપસંદ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાના આનંદમાં મગ્ન છે તો બીજી તરફ ભાજપ તેમને ઘેરવામાં કોઈ કસર છોડી રહી નથી. વાસ્તવમાં, સંસદમાં જતા પહેલા ભાજપના સાંસદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, “હવે મનોરંજન પાછું આવ્યું છે.”
સંસદની બહાર બીજેપી સાંસદ નિશિકાંત દુબેને પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ ઘણી વખત કહ્યું છે કે તેમની પાસે ગૃહમાં કહેવા માટે ઘણું છે. આના પર દુબેએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું, "ચાલો, મનોરંજન ફરી પાછું આવ્યું છે, અમે અને તમે સૌકોઈ તેનો આનંદ માણીએ તો સારું રહેશે.”
ચીનથી મદદ લેવાનો આરોપ દુબેએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર ચીનની મદદ લેવાનો આરોપ લગાવ્યો. તેણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને ટાંક્યો. તેમણે ન્યૂઝ ક્લિક મીડિયા ઈન્સ્ટિટ્યૂટ વિશે વાત કરતા કહ્યું કે આ ઈન્સ્ટિટ્યૂટને ચીન તરફથી ફંડિંગ મળી રહ્યું છે. દુબેએ કહ્યું, “જ્યારે પણ 2005 અને 2014 વચ્ચે સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસને મદદ માટે ચીન પાસેથી પૈસા પણ મળ્યા. NYT રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂઝ ક્લિકને વિદેશી ફંડિંગમાંથી 38 કરોડ રૂપિયા મળ્યા છે અને આ પૈસા કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 'મોદી સરનેમ' કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરી હતી. તેઓ વાયનાડથી સાંસદ છે. સોમવારે રાહુલ ગાંધી 138 દિવસ પછી સંસદ પહોંચ્યા, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું અને બીજેપી નેતાઓએ તેમને ટોણા માર્યા. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં રાહુલ ગાંધી અને વિપક્ષી એકતાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ, લોકસભા દ્વારા પસાર થયા બાદ આજે દિલ્હી સર્વિસ બિલને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસે તેને બંધારણ વિરુદ્ધ ગણાવ્યું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Politics News India