
GSRTCમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકશે અરજી...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની 3342 અને ડ્રાઈવરની 4062 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કુલ 7404 જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તે માટે લાયકાત 12 પાસ જરૂરી છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.07/08/2023 થી તા.06/09/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ અરજી પત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો તા.07/08/2023થી તા.08/09/2023નો છે. આ સિવાય અન્ય માહિતી પણ આ વેબસાઈટ પર મળી જશે. તદ્દઉપરાંત જાહેરાતમાં સમયાંતરે થતા ફેરફાર અંગેની માહિતી અને સુચનાઓ https://gsrtc.in પર મુકવામાં આવશે.
• ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
• કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ.
• ફર્સ્ટ એઇડ સર્ટિ હોવો જોઈએ.
વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 18,500/-
• ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
• 162 સે.મી ઊંચાઈ હોવી જોઈએ.
• હેવી લાયસન્સ(4 વર્ષ જુનું) તથા બેઝ હોવો જોઈએ.
• ભારે વાહન ચલાવવાનો ઓછમાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 18,500/-
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - તાજેતરની ભરતીના સમાચાર