
મહિલાઓને 'હાર્ટ' ઈમોજી મોકલવી બન્યો અપરાધ, થશે બે વર્ષની સજા...
Jail For Heart Emoji: સોશિયલ મીડિયાના જમાનામાં, લોકો એકબીજા સાથે વાત કરતી વખતે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો હસતા અને કેટલાક ઉદાસ હોવાના ઈમોજી મોકલીને સામેની વ્યક્તિને કહે છે કે તેઓ કેવું અનુભવી રહ્યા છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ અથવા લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઇમોજી મોકલે છે. પરંતુ હવે આમ કરવું અપરાધની શ્રેણીમાં આવી શકે છે અને આ માટે જેલ જવું પડી શકે છે.
તાજેતરમાં જ, ખાડીના બે ઇસ્લામિક દેશો કુવૈત (Kuwait) અને સાઉદી અરેબિયા (Saudi Arabian)માં હવે મહિલાને હાર્ટ ઇમોજી મોકલવી મુશ્કેલ બની શકે છે. બંને દેશોના અધિકારીઓનું કહેવું છે કે મહિલાઓને હાર્ટ ઈમોજી મોકલનારાઓને હવે બે વર્ષની જેલની સજા થઈ શકે છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા વોટ્સએપ પર મહિલા કે યુવતીને હાર્ટ ઈમોજી મોકલવાને ગુનો ગણવામાં આવશે. આને બદનામી માટે ઉશ્કેરણી તરીકે જોવામાં આવશે.
આ પણ વાંચો : Health Tips: તમારા ભોજનમાં આ વસ્તુ સામેલ કરશો તો ઉંમર કરતા દેખાશો 10 વર્ષ નાના...
આ પણ વાંચો : પ્રોફેસરે ક્લાસમાં 11 છોકરીઓને શર્ટ ઉતારવા કહ્યું, અને પછી પ્રોફેસરે....
આ પણ વાંચો : રિવૅન્જ પોર્ન વીડિયોનો કેસ: આરોપીને છ વર્ષની સજા, 3 વર્ષથી કરતો હતો બ્લેકમેઈલ...
કુવૈતના વકીલ હયા અલ સાલાહીએ કહ્યું છે કે જે લોકો આ કાયદાનો ભંગ કરશે અને દોષિત ઠરશે તેમને બે વર્ષની જેલની સજા ભોગવવી પડશે. એટલું જ નહીં પરંતુ તેના પર 2000 કુવૈતી દિનાર (5.38 લાખ રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવશે. આપણે કુવૈત વિશે વાત કરી, હવે સાઉદી અરેબિયાની વાત કરીએ.
સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ હાર્ટ ઈમોજી મોકલતો પકડાય તો તેને બેથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય દોષિત વ્યક્તિને 1 લાખ સાઉદી રિયાલ (22 લાખ રૂપિયા)નો દંડ પણ ભરવો પડી શકે છે. જો કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ નિયમ ફક્ત કુવૈત અને સાઉદી અરેબિયામાં રહેતા લોકો માટે છે.
સાઉદી સાયબર ક્રાઈમના નિષ્ણાતોએ કહ્યું છે કે, વોટ્સએપ પર કોઈપણ યુવતી કે મહિલાને હાર્ટ ઈમોજી મોકલવાને હેરાનગતિ ગણવામાં આવશે. સાઉદી એન્ટી-ફ્રોડ એસોસિએશનના સભ્ય અલ મોતાજ કુતબીએ જણાવ્યું હતું કે જો કોઈ પીડિત ઈમોજી અથવા ઓનલાઈન વાતચીત દરમિયાન ઉપયોગમાં લેવાતા ચિત્રો પર કેસ દાખલ કરે છે, તો તેને મોકલનાર વ્યક્તિને સજા થઈ શકે છે. સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ વારંવાર આ ગુનો કરે છે તો તેની સજા પાંચ વર્ષની થઈ શકે છે જ્યારે દંડ 66 લાખ રૂપિયા સુધી વધી શકે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી