
વિદેશી પ્રવાસીઓ માટે ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બની ગયું છે. વર્ષ ૨૦૨૨માં ૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ઈન્ડિયા ટૂરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના રિપોર્ટમાં આ હકીકતો સામે આવી છે. હોસ્પિટાલિટી પોર્ટલ વિકસાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ, વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમા ક્રમે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! 1 વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…
આ પણ વાંચો : આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ છે અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...
આ પણ વાંચો : કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી આત્મનિર્ભર બનો...
રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૨માં ૮.૫૯ મિલિયન વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા, જેમાં ૧.૭૮ મિલિયન પ્રવાસીઓ ગુજરાત જોવા આવ્યા હતા. આનો અર્થ એ થયો કે દેશમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો વધીને ૨૦.૭૦ ટકાથી વધુ થયો છે. તેમજ વર્ષ ૨૦૨૨માં ૧૭૩.૦૧ મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી, જેમાં ૧૩૫.૮૧ મિલિયન પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો ૭.૮૫ ટકા સાથે દેશમાં પાંચમા ક્રમે છે.
ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અગાઉના વર્ષોની સરખામણીએ નોંધપાત્ર વળદ્ધિ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પર્યટનને મિશન મોડ તરીકે લેવા અનુરોધ કર્યો છે. તે જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વમાં પ્રવાસન ક્ષેત્રે વિવિધ પહેલો અને પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસને કારણે ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.પર્યટન નિગમ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે અનેક ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને પ્રવાસન દ્વારા અતિથિમ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે આ પોર્ટલ એક વાસ્તવિક સમયનું ડેશબોર્ડ છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા પર નજર રાખવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
મુખ્ય મંદિરોનો વિકાસ થઈ રહ્યો છે આધ્યાત્મિક ક્ષેત્રે દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, પાલિતાણા જૈન મંદિરો જેવા અનેક વિવિધ ધાર્મિક સ્થળો યાત્રાધામ માટે વિકસાવવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગે માર્કેટિંગ ઝુંબેશ, ટ્રાવેલ એક્સ્પોઝ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહભાગિતા દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોને મહત્તમ પ્રમોશન આપ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રવાસીઓ માટે હોટલ અને પરિવહન સુવિધાઓ વધુ સારી અને આરામદાયક બનાવવામાં આવી છે.
આ ઉપરાંત, સમળદ્ધ સાંસ્કળતિક વારસો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારો હેરિટેજ વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષે છે. ચાંપાનેર-પાવાગઢનો વિકાસ, કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ, રાણી કી વાવ, અડાલજની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદનો પણ વિકાસ થયો છે. જેના કારણે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ એશિયન સિંહો માટે ગીરની ધરા જોવા માટે પણ બહોળા પ્રમાણમાં વિદેશી લોકો ગીર સફારી પાર્કની મુલાકાત લે છે. ખાસ કરીને ગુજરાતમાં સુરક્ષાનું વાતાવરણ જોવા મળે છે. તેમજ અન્ય રાજ્ય કરતા આર્થિક દ્રષ્ટીએ ગુજરાત સદ્ધર હોવાથી પણ અહીં અન્ય પ્રવાસન ક્ષેત્ર કરતા વધારે વિકાસ જોવા મળે છે. આરોગ્ય સુવિધા, ઈમરજન્સી સેવામાં પણ ગુજરાત અન્ય કરતા અગ્રેેસર જોવા મળે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સમાચાર Gujarat Tourism News