
મોટાભાગની રેસ્ટોરન્ટમાં ભોજન પહેલાં સૂપ શા માટે પીરસે છે? જાણો તેની પાછળનું ચોકવનારૂં કારણ...
સૂપ (Soup) પાશ્ચાત્ય ભોજન પદ્ધતિનો મૂળભૂત ખોરાક ગણાતો. અગાઉ ગરીબ પરિવારોમાં પૂરતું ભોજન ન હોવાથી સૂપ અને બ્રેડ પર ગુજારો થઈ જતો. બ્રિટનમાં ૧૯મી સદીમાં જેલ જેવા વર્ક હાઉસ ચલાવાતા, જેમાં કેદીઓના પરિવારોને તથા બાળકોને દિવસના ૧૮ કલાક જેટલી મજુરી કરવા મોકલવામાં આવતા, ત્યાં બપોરના ભોજનમાં બ્રેડનો ટુકડો અને પાતળું સૂપ અપાતું. ત્યાર બાદ હજી પણ હોમલેસ અને ગરીબ પરિવારો માટે સુપ કિચન ચલાવવામાં આવે છે. સૂપનો પ્રસાર અમીર વર્ગમાં પણ થયો, જો કે ત્યાં પીરસાતા થ્રીકોર્સ ભોજન કે તેથી વધુ કોર્સ ડિનરમાં પ્રથમ કોર્સમાં હંમેશા ખાસ પ્રકારના સૂપ તથા તેની સાથે નાનકડા બ્રેડ રોલ અને માખણ પિરસાય છે. આ પદ્ધતિ ભારતમાં ફોર્મલ ડિનરમાં સામેલ થઈ, અમેરિકામાં ‘Starters’ માં સૂપ અથવા salad પિરસાય છે. તે જ રીતે ભારતમાં પણ આની શરૂઆત કરવામાં આવી.
આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....
• પહેલા તો સૂપ પીવાથી ભૂખ લાગે એવી માનસિકતા છે. જે સર્વ સામાન્ય છે. હકીકતમાં ગરમ ગરમ સૂપ પીવાથી મોઢામાં રહેલી લાળગ્રંથિઓ એક્ટિવેટ થાય છે એટલે સ્વાદની ઇન્દ્રિયો ખુલે છેઃ જેથી ભોજનમાં સ્વાદ વધુ લાગે અને વ્યક્તિને એવું લાગે કે મેં આજે જોરદાર ખોરાક લીધો. અને ભૂખ વધી છે.
• આ બાબતનો અમુક હોટેલવાળા ફાયદો ઉઠાવે છે. અને વધુ ક્રીમ કે વધુ થિક સૂપ બનાવી આપે છે. જેથી ભૂખ લાગે જ છે પણ સુપનો સ્વાદ જ એટલો જોરદાર હોય કે અન્ય સબજી કે રોટી ફીકી લાગે છે. એટલે આપણે એક ની જગ્યાએ વધુ ડીશ ઓર્ડર કરીએ છીએ. સુપ હમેશા પાણી જેવો જ હોવો જોઈએ. જે સુપાચ્ય હોય અને વધુ માત્રામાં પણ ના પીવો જોઈએ જેથી ખાલી સુપનો જ સ્વાદ મોઢામાં ના રહે.
• ઘણીવાર અનલિમિટેડ થાળી જમવા જાવ ત્યાં ખૂબ જ થિક એટકે ઘટ્ટ ચટાકેદાર સૂપ પહેલા પીરસવામાં આવે જેથી આ સૂપ પીતા જ ક્રીમ અને અન્ય ઘટ્ટ પદાર્થો પેટમાં જાય અને પેટ અડધું ત્યાં જ ભરાય જાય.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી