
મોંઢામાં ચાંદા (Mouth ulcer) પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ અડે તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાને કારણે મોંમાં ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર કારગત નીવડે છે. ત્યારે આવો જોઈએ ક્યાં ઉપાય કરવાથી ચાંદામાં રાહત પડે છે.
1. મીઠાનું પાણી - મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરો.
2. બેકિંગ સોડા - મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જશે.
3. આલુનું જ્યુસ - આલુના જ્યુસને માઉઠવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો.
4. ફટકડી - ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. આ વાતને ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે.
5. ટી બેગ - મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.
6. ચા ના ઝાડનું તેલ - ચાના ઝાડનું તેલને પણ ત્વચાના કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢાના ચાંદાને દૂર કરવા માટે તેને 90 ટકા પાણીમાં 10 ટકા ચા ના ઝાડનું તેલ મિક્સ કરીન દિવસમાં બે વાર કોગળા કરો. આવુ કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે.
7. જામફળના પાન - જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.
8. ઈલાયચી - ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.
9. લીમડાના પાન - લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. . આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.
10. હળદર - હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - હેલ્થ સમાચાર