
સુરક્ષિત સુરત(Surat) શહેરની ઘણી મોટી મોટી વાતો થાય છે. પરંતુ સુરતમાં હવે શ્વાન(Dog) પણ સુરક્ષિત નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સુરતના મલેકવાડી વિસ્તારમાંથી વિકૃત કામવાસનાથી પીડીત વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય(Rape) આચરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. રાત્રિના અંધકારમાં બે શ્વાનોને રમાડવાના બહાને મનોવિકૃત દ્વારા કરાયેલી હરક્ત કેમેરામાં કેદ થઇ હતી. આ વિડીયો વાયરલ (Video Viral) થતાં જ શહેરના જીવદયા પ્રેમીઓમાં આક્રોશ છવાઇ ગયો હતો. આ વૃદ્ધ વિરદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી સાથે જીવદયા પ્રેમીઓ અઠવા પોલીસ મથકે પહોંચ્યા હતા.
સુરતના હરેશ મારું નામનો 60 વર્ષીય વ્યક્તિ છેલ્લા લાંબા સમયથી પોતાના વિસ્તારમાં રહેતી પુત્રીઓ સાથે રહે છે. તે શ્વાન સાથે દુષ્કર્મમાં આચરતો હતો. આ મામલે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો મળતી હતી પણ કોઈ વ્યક્તિ ધ્યાન આપતું ન હતું જોકે સોસાયટીના એક જાગૃત નાગરીકે આધેડનો વિડીયો બનાવી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વિડીયોમાં મૂંગા પશુઓ સાથે જે થઇ રહ્યું હતું. તે જોઇ સૌ કોઈ આઘાત પામી ગયા હતા. વૃદ્ધની આ હરકત ક્યારેય સામે આવી ન હોત, પરંતુ એક જાગૃત નાગરિતે આ હરકતને ગુપચુપ કેમેરામાં કેદ કરી લીધી હતી અને જીવદયા પ્રેમીઓને મોકલી હતી.
મુંગા પશુઓ (Animals) સાથે વૃદ્ધ (Old Man) દ્વારા કરાઇ રહેલી હરકતના વિડીયોથી જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ મંગળવારે બપોરે અઠવા લાઇન્સ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને વિડીયોમાં મૂંગા શ્વાન સાથે દુષ્કૃત્ય(Rape) આચરી રહેલાં હરીશ નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી હતી. હાલ અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવતા ભલભલાના હોશ ઉડી ગયા હતા ચાલ સુરતની અઠવા પોલીસે આ મામલે હાજર વિરુદ્ધ ગુનો દાખલ કરી સંબંધિત વ્યક્તિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Samachar Surat