
હાર્ટ એટેકનું કારણ : ડિપ્રેશન એક માનસિક વિકાર તરીકે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. એક અંદાજ મુજબ, વૈશ્વિક સ્તરે 5 ટકા પુખ્ત વયના લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે. તાજેતરના અભ્યાસોમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે યુવાન વયમાં ડિપ્રેશનનો અનુભવ હૃદયરોગ થવા માટેનું સૌથી મોટું પરિબળ છે.
અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે યુવાન ડિપ્રેશન અથવા ઉદાસીનતાનો અનુભવ કરે છે તેઓને તેમના સાથીદારો કરતાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદય રોગનું જોખમ વધારે રહે છે. આ અભ્યાસ 18 થી 49 વર્ષની વયના લોકોમાં કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ લાખથી વધુ લોકોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. જોન્સ હોપકિન્સ મેડિસિનનાં પ્રોફેસર ગરિમા શર્માએ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ તણાવમાં હોય, હતાશ હોય કે ઉદાસ હોય, તે સમયે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધી જાય છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં પાંચમાંથી એક પુખ્ત વ્યક્તિએ ડિપ્રેશનની જાણ કરી હતી. અને જેઓ ઉદાસી અનુભવતા હતા તેનામાં હૃદયરોગના લક્ષણો જણાઈ આવતા હતા. વધુમાં, જે સહભાગીઓએ 13 નબળા માનસિક સ્વાસ્થ્ય દિવસોની જાણ કરી હતી તેઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાની શક્યતા 1.5 ગણી વધારે હતી. સંશોધકોએ 2017 અને 2020 વચ્ચે 5,93,616 પુખ્તોનો ડેટા એકત્રિત કર્યો હતો. અભ્યાસમાં ઘણા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે, જેમ કે શું તેમને ક્યારેય કહેવામાં આવ્યું હતું કે તેઓને ડિપ્રેસિવ ડિસઓર્ડર છે. છેલ્લા મહિનામાં તમે કેટલા દિવસો ખરાબ માનસિક સ્વાસ્થ્યનો અનુભવ કર્યો? શું તેઓ હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા છાતીમાં દુખાવો અનુભવે છે અને શું તેઓને હૃદય રોગ માટે જોખમી પરિબળો હતા.
આ પણ વાંચો : વિટામિન B12થી ભરપૂર છે આ શાકભાજી અને ફળો, શરીર બનશે ફિટ અને મજબૂત...
આ પણ વાંચો : Skin Care: આ ઘરેલુ ઉપાયથી ડાર્ક સર્કલ થશે ઝડપથી દુર, સ્કિન પર આવશે ગ્લો...
આ પણ વાંચો : વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...
ઊંડા શ્વાસોશ્વાસ, સરળ સ્નાયુબદ્ધ ખેંચાણની હળવી કસરતો, શવાસન, ધ્યાન અને ક્રમિક શિથિલીકરણ ની હળવાશની જુદીજુદી પદ્ધતિઓ શીખી-હસ્તગત કરી લઈને મનનો તણાવ હળવો કરી શકાય છે. ઉશ્કેરાટને નાથી શકાય છે અને મનને શાંત પાડી શકાય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે શરીરના સ્નાયુઓને હળવા બનાવશો તો મન આપોઆપ શાંત બની જશે.
આપણે ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો કાબૂ સંપૂર્ણપણે જતો રહે છે, આપણો વિવેક જતો રહે છે અને આપણે વધારે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. ગુસ્સો ભલે ઉકળતો હોય પણ થોડા ધીરા પડવાથી સમસ્યામાંથી માર્ગ આપોઆપ મળી આવશે.
ગુસ્સો કે રીસ ચઢે ત્યારે સામાન્ય રીતે આપણે સામી વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ. જેનાથી સંવાદનો સેતુ તૂટી જાય છે. કોમ્યુનિકેશન જો બંધ થશે તો સંબંધ પૂર્ણ થશે માટે વાતચીત ચાલુ રાખો. થોડી વાર ઊંડા શ્વાસ અંદર લો. મનને શાંત થવાની તક આપો જો વિચારો સતત આવે તો વિચારો બદલો. ત્યાર પછી સામેની વ્યક્તિને તદ્દન સ્વસ્થ રીતે તમારી લાગણી વ્યક્ત કરી દો પણ સહજ ભાવે. લાગણી વ્યક્ત કરતી વખતે પરસ્પર કડવાશ પેદા ન થાય એનો સતત સભાનતાથી ખ્યાલ રાખો. જે પ્રસંગને કારણે માઠી લાગણી પેદા થાય છે તેની નીજીવી વિગતોની પરસ્પર વાતચીત કરવાનો ફાયદો નથી પણ એ પ્રસંગને કારણે પેદા થયેલી લાગણી યોગ્ય શબ્દમાં વ્યકત થાય એ જરૂરી છે. રજૂઆત પૂરી થયા પછી મન શાંત, સ્વસ્થ બની ગયું છે એની ખાતરી કરી લો. સામેની વ્યક્તિને પણ બોલવાની તક આપવાનું ચૂકશો નહીં. મોટાભાગે પરસ્પર સંવાદ થાય તો કડવો ભાવ દૂર થતો હોય છે.
જેને સાંભળવાથી તમે હળવા બની જાઓ અને તમારા તણાવ/ગુસ્સાને ભૂલી જાઓ એવું સંગીત કે એવાં ગીતો સાંભળવા માંડો. તમારી રુચિનું સંગીત ખોળી કાઢો; પછી ભલે તે શાંત, હળવું, શાસ્ત્રીય હોય કે ધાંધલિયું, ઝડપી, શરીરને નચાવનારું હોય. શરત એટલી જ કે એને સાંભળ્યા પછી તમારું મન શાંત પડી જવું જોઈએ. ગીતના શબ્દો સાથે તાદાત્મ્ય ભાવ કેળવો.. મન જુદી દિશામાં કાર્યરત થશે.
તાજાં અને ઋતુ-ઋતુનાં ફળો ખાઓ. કચુંબર અને શાકભાજી પર તમારી પસંદગી ઊતારો. આખું ધાન્ય ખાઓ. આ બધાંમાં રહેલાં ખાસ ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરમાં તણાવ અને રોગ સાથે સંકળાયેલા પ્રાણવાયુના મુક્ત અણુઓથી આપણું રક્ષણ કરે છે. થાકેલા મન અને શરીરને આરામ આપીને એ પુન: શક્તિવાન બનાવે છે. દરરોજ ઓછામાં ઓછું 8 કે 10 મોટા ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખો. યાદ રાખો કે શાંત રહેશો તો તમારા જેટલું ડાહ્યું કોઈ નથી અને ગુસ્સો કરશો તો તમારી મૂર્ખતા સાથે કોઈ સ્પર્ધા નહીં કરી શકે….
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Health News આરોગ્ય સમાચાર