શું સ્માર્ટ ફોન છે સેક્સ લાઈફનો દુશ્મન? કેમ યુવાનો થઈ રહ્યા છે સૌથી વધુ પ્રભાવિત...
આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનો લોકો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એવામાં સ્માર્ટફોનના અતિશય ઉપયોગથી આપણા મનની સ્થિતિ પર વિપરિત અસર પડે છે. એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી સેક્સ લાઈફ પર પણ ખરાબ અસર પડી રહી છે.
મોરક્કોના કાસાબ્લાંકામા શેખ ખલીફા નામની આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયની હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગે અમુક લોકો પર સર્વે કર્યો હતો કે, 60 ટકા લોકો સ્માર્ટફોનના કારણે પોતાની સેક્સ લાઈફમાં સમસ્યા અનુભવે છે.
વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યુ હતુ કે, પ્રયોગમાં શામેલ 600 લોકોમાંથી 92 ટકા લોકો રાત્રીના સમયે સૌથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. જેમાંથઈ માત્ર 18 ટકા લોકો જ બેડરુમમાં ફ્લાઈટ મોડ પર ફોન રાખે છે.
સર્વેમાં સામે આવ્યુ છે કે, સ્માર્ટફોનથી 20થી 45 વર્ષના લોકોમાં નકારાત્મક રીતે ખુબ પ્રભાવિક થયા છે. જેમાંથી 60 ટકા લોકોએ સ્વિકાર્યુ કે વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી તેમની સેક્સ લાઈફમાં ઘણી મુશ્કેલી આવી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સેક્સ દરમિયાન કોલ અથવા નોટિફિકેશનથી ખલેલ પહોંચે છે. કોલનો જવાબ આપવાની મજબુરીથી સેક્સનો આનંદ સંપુર્ણ રીતે માણી શકાતો નથી.
સુવાના સમયે પોતાની પાસે ફોન ન રાખવાથી ડર રહેતો હોવાનો કેટલાક લોકોએ દાવો કર્યો છે, પરંતુ જો તમે શારિરીક આનંદ માણી રહ્યા હોય તેવા સમયે સ્માર્ટફોનથી બને એટલા દુર રહો એટલુ જ સારુ છે, નહીં તો તે તમારા અંગત જીવનનો દુશ્મન પણ બની શકે છે.