
ગોકુળધામમાં ફરી ગુંજશે, “હે મા માતાજી” ! દયાભાભીની સિરિયલમાં વાપસીને લઈ આસિત મોદીનું એલાન...
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટેલિવિઝન પર લાંબા સમયથી પ્રસારિત રહેલા શોમાંથી એક છે. આ શોના 15 વર્ષ પૂરા થતાં આખી ટીમ દ્વારા તેનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ (Asit Kumarr Modi) દર્શકોને ખૂબ જલ્દી એક એવા પાત્રને લઈ આવવાનું વચન આપ્યું હતું, જેની રાહ છેલ્લા છ વર્ષથી દર્શકો જોઈ રહ્યા છે. અહીંયા વાત થઈ રહી છે દયાભાભીની. દિશા વાકાણી (Disha Vakani) 2017માં મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી પરત ફરી નથી અને પ્રોડક્શન હાઉસ પણ હજી સુધી તેને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસને શોધી શક્યું નથી. ત્યારે શનિવારના એપિસોડમાં આસિત મોદીએ કહ્યું હતું કે, આટલા વર્ષ સુધી તેણે ફેન્સને મનોરંજન પૂરું પાડ્યું છે અને જ્યારે બધા તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેઓ ખૂબ જલ્દી તેને પરત લાવશે. જો કે, દિશા જ કમબેક કરશે કે કોઈ અન્ય આવશે તેવો ખુલાસો કરવામાં આવ્યો નહોતો.
આ પણ વાંચો : ઉદયપુરનું ડર્ટી પિક્ચર: સૌંદર્યથી ભરપૂર મહિલાએ વૃદ્ધને બોલાવ્યો હોટલના રૂમમાં અને પછી...
આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
આ પણ વાંચો : એડલ્ટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ઉર્ફી જાવેદ, સિલ્વર સ્ક્રિન પર ઉર્ફીની બોલ્ડનેસ છવાશે..!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો તેની કોમેડી માટે જાણીતો છે. શોના તમામ કલાકારો પણ તેમના અભિનયના કારણે ઘર-ઘરમાં ઓળખાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને તે ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. વાત એમ છે કે 15 વર્ષ પૂરા થવા પર અસિત મોદીએ કહ્યું કે 15 વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. આવા ઘણા કલાકારો છે, આપણે તેમને ભૂલી શકતા નથી, તે કલાકાર છે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી(Disha Vakani). તેણે આટલા વર્ષો સુધી ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને હું તમને બધાને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે.
આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
આ પણ વાંચો : Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!
આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે આ શોમાં તેમની ૧૫ વર્ષની સફર વિશે વાત કરી છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ કહ્યું કે અમારા નિર્માતા અસિત કુમાર મોદીનું સ્વપ્ન હતું કે તારકભાઈ મહેતાની કૉલમ 'દુનિયા ના ઉલ્ટા ચશ્મા'થી પ્રેરિત શો બનાવવાનું. પહેલો એપિસોડ ૨૮ જુલાઈ ૨૦૦૮ના રોજ આવ્યો હતો અને ૧૫ વર્ષ પછી પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શોને ચાલુ રાખવા માટે દરેક વ્યક્તિની મહેનત છે જે અમને બધાને ૧૦૦ ટકા આપવા માટે પ્રેરિત કરે છે.
૧૫ વર્ષ પૂર્ણ થવા પર અસિત મોદીએ તમામ કલાકારો અને ક્રૂ સભ્યોને પણ યાદ કર્યા છે, જેઓ પણ આ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે તમામ ક્રૂ સભ્યો અને કલાકારોને પણ અભિનંદન આપ્યા જેઓ શોનો ભાગ હતા અને બાદમાં એ લોકોને પણ અભિનંદન આપ્યા જેઓ મૂલ્યવાન યોગદાન આપીને શોમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. જણાવી દઈએ કે આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત ત્રણ લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ શો ઘણા સમયથી ચર્ચામાં છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News