
પત્ની કદી કહેતી નથી પતિને આ 7 વાતો, દરેક પતિએ પત્નીના આ રહસ્યો જાણવા જરૂરી...
લગ્નેત્તર પછી દંપતીના જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે. પતિ-પત્ની એકબીજા સાથે તમામ વાતો શેર કરે છે. પરંતુ એવી ઘણી વાતો અને લાગણીઓ છે જે એકબીજાને કહી શકતા નથી. એવા કેટલાક મુદ્દા હોય છે જે તમે તમારા જીવનસાથી સાથે શેર કરવામાં તમે ખચકાટ અનુભવો અને તમે તેને રહસ્ય જ રાખવા માગો છો. વિવાહિત મહિલાઓના એક સર્વે પરથી જાણવા મળ્યુ કે તેઓ તેમના જીવનસાથીને અમુક રહસ્યો ક્યારેય જણાવવા માંગતી નથી અને તેઓના રહસ્યોની વાત તેઓએ કરી હતી.
1. ભૂતકાળનાં સંબંધો વિશેની માહિતી
એક વિવાહિત મહિલાએ જણાવ્યુ કે, મને મારા પતિ વારંવાર ભૂતકાળના રોમેન્ટિક રિલેશનમાં હોવાનું પૂછે છે અને હું હંમેશા તે વાતને ટાળવાનો પ્રયત્ન કરું છું. તેની સાથે 4 વર્ષથી વધુ સમય પસાર કર્યો પછી પણ હું મારા ભૂતકાળની વિગતો શેર કરી શકતી નથી. કારણ કે તેઓ વધુ પડતો વિચાર કરશે અને ઇન્સિક્યોર થઈ જશે. પરંતુ મહત્વની બાબત એ છે કે હું એક સમર્પિત અને પ્રેમાળ પત્ની છું અને મારા ભૂતકાળની અસર હવે મારા વર્તમાનને અસર કરતી નથી.
2. ક્યારેક એક્સને યાદ કરું છું
મારા પતિ મારા માટે સર્વેસર્વા છે પરંતુ ક્યારેક હું તેની સરખામણી મારા એક્સ બોયફ્રેન્ડ સાથે કરું છું. મારા લગ્ન માટે આ યોગ્ય નથી અને કોઈ પણ પરફેક્ટ નથી હોતા. છતાં હું ક્યારેક આવી મનોમન ચર્ચા કરુ છું અને મારા ભૂતકાળને ભૂલવાનો પ્રયાસ કરું છું.
3. સાસુ સસરાને દેખાવનો પ્રેમ કરુ છું.
લગ્નના પહેલા દિવસથી જ સાસુ-સસરા સાથે તકરાર શરૂ થઈ જાય છે અને એક જ ઘરમાં રહવા છતાં તેમને પ્રેમ કરતા હોવાનો ઢોંગ કરું છું. વાસ્તવિકતા એ છે કે મેં એ હકીકત સ્વીકારી છે કે મારા સાસરાવાળાઓ મારી સાથે ક્યારેય તેમની પોતાની પુત્રીની જેમ વર્તશે નહીં અને હું મારા માતાપિતા માટે જેવું કરું છું તે જ રીતે હું તેમને પ્રેમ કરી શકતી નથી અને કાળજી પણ રાખી શકતી નથી.
4. કારકિર્દી છોડીને પછતાવ છું
બાળકોની સંભાળ રાખવા અને ઘર સરળતાથી ચાલે તે માટે કારકીર્દિ છોડી દીધી. પતિ લગભગ દરરોજ ઓફિસથી મોડા ઘરે આવે છે અને તેને ઘરના કોઈપણ કામમાં મદદ કરે તેવી અપેક્ષા રાખતી નથી પરંતુ મને થોડી પ્રશંસા મળે તેવી અપેક્ષા હોય છે. તેને ચાર વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે પરંતુ તેણે મારી મહેનતની એક પણ વાર કદર કરી નથી. જેથી મારી કારકીર્દિ છોડ્યાંનું મને દુખ છે.”
5. મારા કુટુંબ અને મિત્રોથી સંબંધિત ગપસપ
“મારા બેસ્ટ ફ્રેન્ડની અંગત જિંદગીમાં જે બનતું હોય છે તે હું શેર કરતી નથી, અથવા મારા પતિની સામે મારા સંબંધીઓ વિશે વાત કરતી નથી. અમે નવા લગ્ન કર્યા છે અને તે મારી બધા રહસ્યો તેની માતા સમક્ષ ઉજાગર કરી દે છે. હું નથી ઇચ્છતી કે તેમાંથી કોઈ પણ મારા નજીકના અને પ્રિય લોકો વિશે મનમાં કોઇ ગ્રંથી બાંધી લે.
6. અમારુ જાતીય જીવન એટલુ સારુ નથી
“પતિ ફોરપ્લે કરવા માટે ઘણો ઓછો સમય લે છે અને મને લાગે છે કે અમે સારી જાતીય સુસંગતતા શેર કરતા નથી. હું તેને કહેવાની યોગ્ય તકની રાહ જોઈ રહી છું કે સંભોગ ફક્ત તેના આનંદ માટે નથી. મારી અપેક્ષા અને જાતીય સતુષ્ટી સંતોષાતી નથી.
7. અપુરતો સમય
ઘણા પતિ ધંધા અને કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તે ફેમિલી અને પત્નીને સમય આપી શકતા નથી. જેથી તેની સમજતી હોવા છતાં તે પતિન સમય કાઢવા માટે કહી શકતી નથી. પરંતુ કામકાજની સાથે ફેમિલીને સમય આપવો પણ એટલો જ જરૂરી હોય છે.