
Gold Silver Price Today : આજે સોનું અને ચાંદી ખરીદવા તમે બજારમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આજે એટલે કે શુક્રવારે અમદાવાદ સહિત ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 56,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
શુક્રવારે અમદાવાદમાં સોનાની કિંમતમાં વધારો નોંધવામાં આવ્યો છે. ગુરૂવારે 24 કેરેટ સોનાની કિંમત 58,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે શુક્રવારે વધીને 59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો ગુરુવારે 22 કેરેટ સોનું 56,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે શુક્રવારે 56,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.
જો ચાંદીની વાત કરીએ તો આજે એટલે કે શુક્રવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારે ચાંદી રૂ. 80,400 પ્રતિ કિલોગ્રામ હતી, તેથી આજે ચાંદી રૂ. 81,500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. આ ટેગ માર્ક મારેલો નહીં હોય તો સોનાની શુદ્ધતા પર સવાલ ઉઠી શકે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 99.9 ગ્રામ શુદ્ધતા, 23 કેરેટ પર 95.8, 22 કેરેટ પર 91.6, 21 કેરેટ પર 87.5 અને 18 કેરેટ પર 75.0 ગ્રામ શુદ્ધતા લખવામાં આવી છે. મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, એટલું શુદ્ધ સોનું હશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Today Gold Silver Price In Ahmedabad, Gujarat