• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • PM મોદીનો વિપક્ષી ગઠબંધન પર ઉગ્ર પ્રહાર કહ્યું, “ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીના નામમાં પણ I.N.D.I.A. છે…”

PM મોદીનો વિપક્ષી ગઠબંધન પર ઉગ્ર પ્રહાર કહ્યું, “ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીના નામમાં પણ I.N.D.I.A. છે…”

09:07 AM July 26, 2023 admin Share on WhatsApp



ભાજપના સંસદીય દળની મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ વિપક્ષી એકતા પર આકરાા પ્રહાર કર્યા હતા. છેલ્લા ૪ દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે મેં આજ સુધી આ પ્રકારનો દિશાવિહીન વિરોધ પક્ષ જોયો નથી. તેમણે કહ્યું કે આ લોકો મૂંઝવણમાં છે અને શું કરવું તે નક્કી નથી કરી શકતા. આટલું જ નહીં, તેમણે કહ્યું કે તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી. વડાપ્રધાને કહ્યું કે વિપક્ષ વેરવિખેર અને ભયાવહ છે. આ દરમિયાન, તેમણે વિપક્ષના મહાગઠબંધનના I.N.D.I.A. નવા નામકરણને પણ ટાર્ગેટ કર્યો હતો.

► PM મોદીના વિપક્ષ પર પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે નામમાં ઈન્‍ડિયા કે ઈન્‍ડિયન લગાવવાથી કોઈ ભારતીય બની જતું નથી. આ દરમિયાન તેણે આતંકવાદી સંગઠન ઈન્‍ડિયન મુજાહિદ્દીન અને બ્રિટિશ ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈન્‍ડિયન મુજાહિદ્દીન અને ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપનીના નામે પણ ભારત છે. વડાપ્રધાનના વલણથી સ્‍પષ્ટ છે કે તેઓ સંસદમાં મણિપુર પર નિવેદન આપવાની વિપક્ષની માંગ સામે ઝૂકવાના નથી. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્‍તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે અમારી માંગમાં શું ખોટું છે. આટલી મોટી ઘટના પછી પણ પીએમ મોદીએ માત્ર ૩૬ સેકન્‍ડ માટે મણિપુર પર વાત કરી અને મીડિયાએ કહ્યું કે વડાપ્રધાને મૌન તોડ્‍યું.

► "ઈસ્‍ટ ઇન્‍ડિયા કંપનીના નામમાં પણ INDIA"

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઈન્‍ડિયાનું નામ પણ લીધું હતું. તેમણે કહ્યું કે આ સંગઠનના નામે પણ ભારત છે. દરમિયાન INDIAમાં સામેલ વિરોધ પક્ષોએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટીએમસીના એક સાંસદે આ દાવો કર્યો છે. અવિશ્વાસનો પ્રસ્‍તાવ લોકસભામાં જ લાવવામાં આવે છે અને જો આવા પ્રસ્‍તાવમાં સરકારનો પરાજય થાય તો ત્‍યારે વડાપ્રધાને પદ પરથી રાજીનામું આપવું પડશે. લોકસભામાં ભાજપ પાસે પોતાના દમ પર મોટી બહુમતી છે. બીજી તરફ, જો તમે એનડીએને ઉમેરો તો, સરકાર પાસે ૩૫૦ થી વધુ બેઠકો છે.

► I.N.D.I.A.ની આતંકી સંગઠન સાથે સરખામણીથી હોબાળો

જોકે, વિપક્ષી નેતાઓનું કહેવું છે કે અમે આમ એટલા માટે કરી રહ્યા છીએ જેથી પીએમ મોદી પર દબાણ હોય અને તેમણે સંસદમાં મણિપુરના મુદ્દા પર બોલવું જોઈએ. લોકસભાના નિયમો અનુસાર ઓછામાં ઓછા ૫૦ સાંસદોના સમર્થન પછી જ અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવી શકાય છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાસે માત્ર ૫૦ ધારાસભ્‍યો છે. મહત્‍વપૂર્ણ છે કે, સરકાર તરફથી કહેવામાં આવ્‍યું છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચાનો જવાબ આપશે. જો કે વિપક્ષ એ વાત પર અડગ છે કે પીએમ મોદી(PM Narendra Modi)એ જ નિવેદન આપવું જોઈએ.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Gujarat Election News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us