
Dream Girl 2 ફિલ્મની પહેલી ઝલક, આયુષ્યમાને ફરી છોકરીના અવતારમાં લગાવી આગ..
Dream Girl 2: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના(Ayushyman Khurana)ની મોસ્ટ અવેટેઈડ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જે બાદ લોકોમાં ફિલ્મને લઈને વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ પોસ્ટરમાં, તમે આયુષ્માનને લિપસ્ટિક પકડેલી છોકરીના અવતારમાં અરીસાની સામે ઊભેલા જોઈ શકો છો. જેમાં તે પૂજાના અવતારમાં નજરે પડે છે. લાલ રંગના લહેંગા ચોલીમાં પૂજા (Pooja) ખૂબ જ હોટ લાગી રહી છે. અરીસાની બીજી બાજુ, સફેદ શર્ટ પહેરીને, આયુષ્માન હાથમાં લિપસ્ટિક સાથે ઉભો છે. આ પોસ્ટરને જોઈને લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ આયુષ્માનનું ટ્રાન્સફોર્મેશન છે.
આ પોસ્ટને શેર કરતા આયુષ્માને કેપ્શનમાં લખ્યું, આ માત્ર પહેલી ઝલક છે, વસ્તુઓ અરીસામાં દેખાય છે તેના કરતા વધુ સુંદર હોય છે. પૂજાનો આ લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'આયુષ્માન સર, તમારી ડ્રીમ ગર્લનો લૂક ખૂબ જ સારો છે.' કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, 'કોઈ માણસ વિગ, મેકઅપ અને સ્કર્ટથી આટલો સુંદર કેવી રીતે દેખાઈ શકે છે.' લોકો પૂજાના આ લુકના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ડ્રીમ ગર્લ-2 એ 2019ની ફિલ્મ ડ્રીમ ગર્લ(Dream Girl Film)ની સિક્વલ છે, જેમાં આયુષ્માન એક કોલ સેન્ટરમાં કામ કરતો હતો, જે મહિલાઓનો અવાજ કાઢીને લોકો સાથે વાત કરતો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. જેમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા (Nusrat Bharucha)ની જોડી જોવા મળી હતી. તે જ સમયે, ડ્રીમ ગર્લ 2 માં, અનન્યા પાંડેની જોડી આયુષ્માન ખુરાના સાથે પ્રથમ વખત જોવા મળશે. આ ફિલ્મ 25 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ (Release Date) થશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood Film News