
મહેંદી મુક્યા બાદ ઘેરો રંગ લાવવા માટે અજમાવો આ ઘરગથ્થુ ટીપ્સ...
કોઈ તહેવાર હોય કે લગ્ન પ્રસંગ દરેક સ્ત્રીના શણગારને ચાર ચાંદ મહેંદી લગાડે છે. પરંતુ જ્યારે પણ યુવતી હાથમાં મહેંદી કરે છે ત્યારે તેની ઈચ્છા હોય કે મહેંદીનો રંગ એકદમ ઘાટો આવે(how to get mahendi / heena color darker). પરંતુ કેટલી યુવતીઓના હાથમાં મહેંદીનો રંગ ચઢતો નથી. મહેંદી (Mahendi / heena) કલાકોની મહેનત પછી મુકવામાં આવે છે. તેવામાં જો તેનો રંગ ઘેરો ન આવે તો અફસોસ થાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને મહેંદી મુકવાથી મહેંદીનો રંગ એકદમ ઘેરો આવશે અને લાંબા સમય સુધી ટકશે પણ ખરા.
તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરીને મહેંદીના રંગને ઘાટો કરી શકે છે. મહેંદી કાઢી લીધા પછી આ તેલને તમારા હાથ પર લગાવો અને લગભગ 30 મિનિટ પછી તમારા હાથ ધોઈ લો.
આ નુસખો તો દાદી-નાનીના સમયથી અનુસરવામાં આવે છે. જ્યારે મહેંદી સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોયા વિના કાઢો અને પછી બંને હાથ પર દેશી ઘી લગાવો. આમ કરવાથી રંગ ઘાટો થઈ જશે.
મહેંદીનો રંગ ઘટ્ટ કરવા માટે હાથ પર બામ લગાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. મહેંદી સુકાઈ ગયા પછી તેને કાઢી અને હાથ પર બામ ઘસો.
લવિંગની મદદથી મહેંદીનો રંગ વધુ ઘાટો બને છે. તેના માટે લવિંગને તવા પર શેકી લો અને લવિંગમાંથી નીકળતા ધુમાડામાં હાથ શેકો. અને પછી હથેળીમાં નાળિયેર તેલ લગાવો.
આ નુસખાથી દરેક સ્ત્રી વાકેફ હશે. લીબુંમાં રહેલું પ્રવાહી તમારા હાથમાં રહેલી મહેંદીને ઘાટી કરે છે. અને મહેંદી(mahendi color darker)નો રંગ ઘેરો નીખરાની લાંબા સમય સુધી રાખે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી