Shubhman Gill : ભારતીય ટીમ માટે યુવા બેટ્સમેન શુભમન ગિલનું બેટ ફરી એકવાર નિષ્ફળ ગયું છે. આઈપીએલ 2023માં ગિલનું બેટ ચાલ્યું હતું. IPL પહેલા, 2023 માં પણ ગિલે ODIમાં બેવડી સદી અને T20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. પરંતુ આઈપીએલ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ગિલ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નિષ્ફળ ગયો હતો. હવે તેનું બેટ વેસ્ટ ઈન્ડિઝમાં પણ શાંત છે.
આ પણ વાંંચો : આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ છે અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝમાં શુબમન ગીલે પોતે નંબર-3 પર રમવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેના બેટથી રન નીકળી રહ્યા નથી. શ્રેણીની પ્રથમ મેચમાં તે માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. (India vs West Indies Test Match Score) હવે બીજી મેચમાં પણ ગિલનું બેટ શાંત રહ્યું હતું. તે માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા બાદ ગિલ કેમાર રોચનો શિકાર બન્યો હતો. ઓફ-સ્ટમ્પની બહાર બોલને બેટિંગ કરવાના પ્રયાસમાં ગિલની વિકેટ પડી.
શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે પરંતુ એશિયા(Asia)ની બહાર તેનું પ્રદર્શન ખરાબ બોલે છે. ટેસ્ટની છેલ્લી 8 ઇનિંગ્સમાં એશિયાની બહાર ગિલનો સ્કોર છે- 28, 8, 17, 4, 13, 18, 6 અને 10 રન. સમગ્ર ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો ગિલનો રેકોર્ડ ઘણો નિરાશાજનક છે. 18 ટેસ્ટ બાદ તેણે 32 ઇનિંગ્સમાં માત્ર 31.23ની એવરેજથી રન બનાવ્યા છે. હજુ સુધી તેના એક હજાર રન પણ પૂરા થયા નથી. ગિલે 4 અર્ધસદી અને બે સદીની મદદથી 937 રન બનાવ્યા છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News