
હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન સેવયું છે. હવામાન વિભાગના મતાનુસાર આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી 2 દિવસ ભારે વરસાદ બાદ પણ અન્ય જિલ્લાામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા, ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.
READ ALSO:-અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કેમ વારંવાર થાય છે અકસ્માત ? પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના થયા મોત...
શુક્રવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. તો શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારના રોજ ડાંગ, નવસારી, વરસાડ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે.
મહત્વનું છે, આ વખતે સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા હતા અને કેટલાંક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રાપાડામાં ચોવીસ કલાકમાં જ 22 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિરણ 2 ડેમમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી હતી. જે બાદ તેના ગેટ પણ ખોલવામાં આવ્યા હતા.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news