
Ahmedabad Iscon Bridge Accident : અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર સ્થિત ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે થાર ગાડીનો ડમ્પર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને લઈને બ્રિજ પર પોલીસ કર્મી સહિતના લોકોનું મોટું ટોળું ભેગુ થયું હતું. પરંતુ તે દરમિયાન કોઈ બેરિકેટ્સ લગાવવામાં આવ્યા ન હતા કે રસ્તાને બંધ કરવામાં આવ્યો ન હતો.
આ દરમિયાન ફુલ સ્પિડમાં આવતી જેગુઆર ત્યાં ઉભેલા ટોળા માટે કાળરૂપ બની આવતી હતી. અને જોત જોતામાં જેગુઆર ગાડીએ ત્યાં ઉભેલા લોકોને કચડ્યા હતા. આ ખૂબ જ ભયંકર હાદસામાં 9 લોકોના મોત નિપજ્યા હતા અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, મરજનારમાં એક પોલીસ કોસ્ટેબલ અને હોમગાર્ડ પણ સામેલ છે. તો ઘાયલ લોકોમાં જેગુઆર ગાડીનો ડ્રાઈવર પણ સામેલ છે. મહત્વનું છે કે આ બંને અકસ્માત બાદ સવારે વધુ 4 કાર પણ એકની પાછળ એક અથડાઈ હતી. જોકે સદ્દનસિબે તેમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. હાલ પુરતો પોલીસે ઈસ્કોન બ્રિજ રાહદારીઓ માટે બંધ કર્યો છે.
બોટાદ અને સુરેન્દ્રનગરના લોકો જેગુઆર લઈને 160થી વધુની સ્પિડમાં કારને લઈને જતા હતા. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે કારની સ્પિડ ઓછી હોત તો કોઈનું પણ મોત નિપજ્યું ન હોત. એક અકસ્માત થયેલો જોવા માટે પહોંચેલા લોકોને સપને પણ વિચાર નહીં હોય કે તેનો પણ અકસ્માત ત્યાં જ થવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર બનાવને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ મરજનાર લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની રાજ્ય સરકાર તરફથી સહાય આપવાની જાહેરાત કરી હતી.
ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ મૃતકોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી. તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Accident News