
અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ 18 જુલાઈના રોજ કહ્યું હતું કે, હિંડનબર્ગ રિપોર્ટ જાણી જોઈને કંપનીની છબી ખરાબ કરવાના ઈરાદાથી લાવવામાં આવ્યો હતો. તેમણે આ વાત કંપનીની 2023ની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે કંપનીની ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો, પરંતુ FPOના લિસ્ટિંગ પહેલા યુએસ શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે ભ્રામક રિપોર્ટ જારી કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય કંપનીની ઈમેજને ખરાબ કરવાનો હતો. પરંતુ રોકાણકારોને કોઈ નુકસાન ન થાય તે માટે અમે FPO પાછો ખેંચી લીધો હતો.
અગાઉ હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ કૌભાંડ અને શેરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગ એક શોર્ટટર્મ સેલિંગ કંપની છે. એટલે કે, એવી કંપની કે જે શેરમાં ઘટાડો કરીને કમાણી કરે છે. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં 145 બિલિયન ડોલર એટલે કે લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિપોર્ટ આવ્યો ત્યારે પણ અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
એવામાં 18 જુલાઈના રોજ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અહેવાલ આવતાની સાથે જ જૂથ દ્વારા વ્યાપક ખંડન જારી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે રિપોર્ટના દાવાઓના આધારે કેટલાક લોકોએ પોતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ઘણી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા નિવેદનો ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિએ તપાસ કરી અને કંપનીમાં કોઈ નિયમનકારી છટકબારી શોધી ન હતી.
તેમણે વધુમાં કહ્યું કે કંપનીએ આ રિપોર્ટને કારણે સંભવિત નુકસાનને ઘટાડવા માટે કેટલાક પગલાં પણ લીધા છે. અદાણીએ કહ્યું કે, સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંને કારણે રોકાણકારોનો કંપનીમાં વિશ્વાસ પાછો મેળવી શકાશે. આ ઉપરાંત ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે, ભારતીય બજારમાં અસ્થિરતા લાવવા માટે પણ આ રિપોર્ટ લાવવામાં આવ્યો હતો. અદાણીના જણાવ્યા અનુસાર, સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથની અંદર તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને લોકોથી કોઈ માહિતી છુપાવવામાં આવી નથી. સેબીનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness Report