પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. આ રાઈટ હેન્ડ બેટ્સમેન શાનદાર કવર ડ્રાઈવ રમે છે. બાબર ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. આવી સ્થિતિમાં પોતાની બેટિંગ માટે જાણીતા બાબરની તુલના ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર નાવેદ-ઉલ-હસેને(Naved ul Hasan) બાબરને કોહલી (Babar vs Kohli) કરતા સારો ગણાવ્યો અને તેની પસંદગીને યોગ્ય ઠેરવી. નાવેદે એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, “જ્યારે પણ આપણે બાબર આઝમ કે વિરાટ કોહલી(Virat Kohli)ની સરખામણી કરીએ છીએ ત્યારે હું હંમેશા કહું છું કે બાબર ટેકનિકલી રીતે તેમના કરતા વધુ મજબૂત છે અને આ જ કારણ છે કે તેને ઓછી નિષ્ફળતા મળે છે.
આ પણ વાંચો : સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા આ મંદીરે સિગારેટ ચઢાવવાથી મનોકામના થાય છે પૂર્ણ...
આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...
કોહલીએ તાજેતરમાં દોઢ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે કારણ કે તે નિમ્ન સ્તરનો ખેલાડી છે અને જ્યારે આ ખેલાડીઓ નિષ્ફળ જાય છે ત્યારે તે લાંબા સમય સુધી ચાલે છે. યુટ્યુબ પર નાદિર અલી પોડકાસ્ટ પર વાત કરતા નાવેદે કહ્યું કે, બાબર ટેકનિકલી રીતે મજબૂત છે, પરંતુ કોહલી પાસે બાબર કરતા વધુ શોટ છે.
જો કે, બાબર તેના મર્યાદિત શોટ્સનો સારો ઉપયોગ કરે છે. તેણે કહ્યું કે બાબર કરતા કોહલી પાસે વધુ શોટ હોવાનું કારણ એ છે કે, ભારતની મોટાભાગની પીચો બેટિંગ માટે શાનદાર છે. તે IPLમાં રમે છે જ્યાં તેને વર્લ્ડ ક્લાસ બોલરોનો સામનો કરવો પડે છે.
નાવેદે કહ્યું કે, આ બંનેમાંથી કોહલીને આઉટ કરવો આસાન હશે. જો હું મારી જૂની લયમાં હોત તો કોહલીને સરળતાથી આઉટ કરી શકતો હોત. મારી પાસે સારો આઉટસ્વિંગ હતો, તેથી મેં તેને સ્લિપમાં કે વિકેટકીપરની પાસે કેચ કરાવીને આઉટ કર્યો હોત. મહત્વનું છે કે,વિરાટ કોહલી હાલમાં વનડે રેન્કિંગમાં આઠમા નંબર પર છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News